તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:હિંમતનગરમાં ખાણ-ખનીજ વિભાગે પકડેલા ટ્રકને પોલીસ સ્ટેશન મૂકવા જતાં કર્મી પર હુમલો

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાણપુરના ખનીજચોરે માઇન સુપરવાઈઝરને આંતરી છાતીમાં મૂક્કા માર્યા, ત્રણ સામે ફરિયાદ

રામપુર ચોકડીથી 25 ડિસેમ્બરે મોડી સાંજે રેતી ચોરી કરનાર ટ્રકને ઝડપી હિંમતનગર લાવી વજન કરાવ્યા બાદ પોલીસ સ્ટેશન લઇ જવા દરમિયાન બેફામ બનેલ ખનીજચોરોએ ટ્રક અને માઇન સુપરવાઈઝરને મોતીપુરામાં આંતરીને હુમલો કરી મારતાં હવે કાર્યવાહી કરવા ગયેલ વિભાગના કર્મચારીઓ પણ સુરક્ષિત ન હોવાનું બહાર આવ્યું છે ત્યારે વિભાગ અને પોલીસ દ્વારા ખનીજ ચોરોને નશ્યત કરવાનો સમય પાકી ગયો છે.

ખાણ ખનીજ અધિકારી સુભાષ જોશીએ ગત તા.25-12-20 ના રોજ સાંજે આઠેક વાગ્યાના સુમારે સુપરવાઇઝર મહેન્દ્રકુમાર ઉમાભાઈ સુથારને રામપુર ચોકડી ખાતે ચેકિંગ કરવા જવા સૂચના આપતાં મહેન્દ્રકુમાર તેમની સાથે સિક્યુરિટી ગાર્ડ રણજીતભાઈ ખરાડી અને સર્વેયર અજયસિંહ સીસોદીયાને લઇને રામપુર ચોકડી પહોંચ્યા હતા અને સાડા આઠેક વાગ્યાના સુમારે રેતી ભરીને આવી રહેલ ટ્રકના નંબર જીજે-09-એયુ-2833 ને રોકી તપાસ કરતાં ચાલક પાસે 24.85 ટન રેતીનો રોયલ્ટી પાસ હતો. પરંતુ રેતી વધારે હોવાનું જણાતાં ટ્રક ચાલક સંતોષ થાનાજી ઠાકોર રહે.માલાખોડા તા.સીમલવાડા જી.ડુંગરપુર) ને લઇ હિંમતનગર જીઆઇડીસી માં ઉમા વે બ્રિજ પર વજન કરાવતા 41 ટનથી વધુ રેતી હોવાનું જણાતા આ ટ્રકને ડિટેઇન કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૂકવા લઈ જવા નીકળ્યા હતા તે દરમિયાન મોતીપુરામાં કાર નંબર જીજે-09-બીસી-7949 લઈને અંસાર રજાક પાણપુરવાળાએ ટ્રકને આંતરી હતી.

જેથી મહેન્દ્રકુમાર સુથાર અને અજયસિંહે ટ્રક છોડવાની ના પાડતા અપશબ્દો બોલી ધમકીઓ આપી હુમલો કરી દીધો હતો અને છાતીમાં મૂક્કા મારી ઈજા કરી હતી. સિક્યુરિટી ગાર્ડ દોડી આવતા રજાક નાસી ગયો હતો. ત્યારબાદ થોડી વારમાં જ મોતીપુરા સર્કલ નજીક અન્ય ત્રણ શખ્સો સાથે આવી પહોંચ્યો હતો અને ટ્રક ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજુબાજુમાંથી લોકો દોડી આવતા નાસી ગયો હતો. એ ડિવિઝન પોલીસે અંસારરજાક અને અન્ય ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો