હિંમતનગર ટાવરચોક ખાતે રવિવારે વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા મિનરલ પાણીની પરબ શરૂ કરાઇ હતી. નોંધનીય છે કે મુખ્ય બજારમાં દૂર દૂર સુધી પીવાના પાણીની સુવિધા ન હતી. હાલમાં ઉનાળાની ઋુતમાં તીવ્ર ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે .
તેવામાં હિંમતનગર શહેરના મુખ્ય બજારમાં શહેરીજનો સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ખરીદી માટે આવે છે પરંતુ ટાવર રોડ, ટાવર ચોક, રેલવે સ્ટેશન રોડ, મુખ્ય બજાર, બધીચા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણીની પરબ કે પીવાના પાણીની અન્ય સુવિધા નથી. તદુપરાંત કેટલાક લોકો રૂ.10 અને રૂ.20 ની પાણીની બોટલ લઈ તરસ છીપાવવા સક્ષમ પણ નથી હોતા.
આ વિચારને લઈને રવિવારે સવારે વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ટાવર ચોકમાં મિનરલ ઠંડા પાણીની પરબ નો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ જે.ડી.પટેલ પાલિકા પ્રમુખ યતીનબેન મોદી વગેરે એ ઉપસ્થિત રહી મિનરલ પાણીની પરબ નું લોકાર્પણ કર્યું હોવાનું વીરપ્રતાપ ફાઉન્ડેશનના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.