તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સાબરકાંઠા-અરવલ્લીના દૂધ ઉત્પાદકોને ચાલુ વર્ષે દૂધનો ભાવ ફેર વહેલો મળશે

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21 જૂને પગારની સાથે ભાવ ફેર પણ પશુપાલકના ખાતામાં જમા થઈ જાય તે માટે સાબરડેરી દ્વારા તજવીજ હાથ ધરાઇ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને પ્રતિ વર્ષ મળતો દૂધનો ભાવ ફેર ચાલુ વર્ષે વહેલો મળી જાય તેવું આયોજન થઈ રહ્યું છે અને 21 જૂને દૂધના પગારની સાથે જ ભાવ ફેર પશુપાલકના ખાતામાં જમા થઈ જાય તેવી તજવીજ સાબરડેરી દ્વારા હાથ ધરાયાનું ડેરીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સાબર ડેરી દ્વારા વાર્ષિક નફામાંથી પશુપાલકોને દૂધનો ભાવ ફેર અપાય છે. આ વખતે ભાવ ફેર ની રકમ વહેલી મળનાર હોવાનું જાણવા મળી રહ્યું છે ડેરી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સ્થાનિક હિસાબો પૂર્ણ થઇ ગયા છે અને ફાઇનલ ઓડિટ રિપોર્ટ ની રાહ જોવાઇ રહી છે. આગામી બોર્ડ બેઠકમાં ભાવ ફેર મંજૂર કરી હવાલા પાડી 15 જૂન સુધીમાં મંડળીઓને પહોંચાડી તા. 21 જૂનના રોજ થનાર દૂધના પગારની સાથે ભાવ ફેરની રકમ પણ ટ્રાન્સફર થઈ જાય તે માટે તજવીજ હાથ ધરાઇ છે. ચોમાસું વાવેતરની સિઝન પણ આ સમયમાં શરૂ થઈ રહ્યું હોવાથી પશુપાલક ખેડૂતોના હિતમાં ભાવ ફેર વહેલો આપવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...