હિંમતનગરમાં હજુ પણ અજંપાભરી સ્થિતિ:છાપરિયા રામજી મંદિર વિસ્તારમાં 70-80 વર્ષથી રહેતા પરિવારની હિજરત, સુરક્ષિત સ્થળે જતો રહ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર છાપરિયા રામજી મંદિર બાજુમાં વધુ એક પરિવારે પોતાનું ઘર રવિવારે ખાલી કર્યું  હતું. - Divya Bhaskar
હિંમતનગર છાપરિયા રામજી મંદિર બાજુમાં વધુ એક પરિવારે પોતાનું ઘર રવિવારે ખાલી કર્યું હતું.
  • છાપરિયામાં રામનવમીની શોભાયાત્રા પર હુમલા બાદ લઘુમતી વિસ્તારને અડીને આવેલા વિસ્તારમાં ઘટનાના એક સપ્તાહ બાદ પણ લોકોમાં ડર

હિંમતનગર શહેરના છાપરિયા રામજી મંદિર વિસ્તારમાં અજંપો યથાવત્ રહેતાં લઘુમતી વિસ્તારની શરૂઆતમાં આવેલા મકાનમાં છેલ્લાં 70થી 80 વર્ષથી રહેતો એક પરિવાર મકાન ખાલી કરી રવિવારે અન્યત્ર રહેવા જતો રહ્યો હતો. એને પગલે આ વિસ્તારમાં વધુ પલાયનની આશંકા પ્રવર્તી રહી છે.

એક સપ્તાહ બાદ પણ લોકોમાં ભય
રામનવમી શોભાયાત્રા પર છાપરીયામાં હુમલો થયા બાદ લઘુમતી વિસ્તારને અડીને આવેલ વિસ્તારમાં ઘટનાના એક સપ્તાહ બાદ પણ અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. નોંધનીય છે કે હજુ પણ કેટલાક પરિવારો રાત્રે સુઈ રહેવા માટે અન્ય જગ્યાએ જઈ રહ્યા છે.

ત્રણ પરિવારોએ ઘર છોડયા છતાં તંત્ર અજાણ
છાપરીયાના રામજી મંદિર નજીકના વિસ્તારમાં ચારેક દિવસ અગાઉ બે મકાનો ખાલી થયા બાદ રવિવારે છેલ્લા સિત્તેર એંશી વર્ષથી રહેતો વધુ એક પરિવાર મકાન ખાલી કરી સુરક્ષિત સ્થળે જતો રહ્યો હતો એક સપ્તાહમાં ત્રણ પરિવારો દ્વારા મકાનો ખાલી કરવામાં આવ્યા હોવા છતાં તંત્ર દ્વારા સંજ્ઞાન લેવાયું નથી એ પણ હકીકત છે ત્યારે શહેરીજનોમાં પણ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.પડોશીઓ પણ જણાવી રહ્યા છે કે એક એક વ્યક્તિ મકાન ખાલી કરીને જવા માટે છે. ત્યારે અમારા માટે પણ સમસ્યા સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...