આત્મહત્યા:વ્યાજખોરોના ત્રાસથી કંટાળી હિંમતનગરના મહેતાપુરાના યુવાનનો આપઘાતનો પ્રયાસ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નાણા વ્યાજ સાથે ચૂકવવા છતાં ધમકી આપી લાકડીઓ મારતાં 3 વ્યાજખોરો સામે ગુનો
  • છેલ્લા બે વર્ષથી ધંધો પડી ભાંગતા ઘર ખર્ચ અને બિમારીને કારણે પૈસાની જરૂરિયાત ઉભી થતા રઘુકુલ એપાર્ટમેન્ટમાં રહેતાં યુવાને ચેહર ફાયનાન્સમાંથી રૂ.40 હજાર લીધા હતા

હિંમતનગર શહેરના મહેતાપુરાના શખ્સે વ્યાજે લીધેલ નાણા ચૂકવવા બીજેથી વ્યાજે નાણા લઇ બંનેના નાણા ચૂકતે કરી દેવા છતાં તા.19/10/21ના રોજ બાઇક ઉભુ રખાવી બળજબરીથી ફાઇનાન્સની ઓફિસમાં લઇ જઇ અપશબ્દો બોલી લાકડીઓ મારતાં બી ડીવીઝન પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના મહેતાપુરામાં રઘુકુલ એપાર્ટમેન્ટમાં રહેતા લાલસિંહ જગતસિંહ પઢીયારે છેલ્લા બે વર્ષથી ધંધો પડી ભાંગતા ઘર ખર્ચ અને બિમારીને કારણે પૈસાની જરૂરિયાત ઉભી થતા તા.06/08/21ના રોજ ચેહર ફાયનાન્સમાં જઇ મણાભાઇ ઉર્ફે માણકાભાઇ માલજીભાઇ દેસાઇ, હાર્દિક ઉર્ફે ભૂરો કે. દેસાઇ પાસેથી ત્રણ ચેક અને પ્રોમિસરી નોટ આપી પ્રતિદિન રૂ.400નો હપ્તો નક્કી કરી 40 હજાર લીધા હતા અને ડાયરી આપી હતી

પેનલ્ટીના પૈસાની ડાયરીમાં નોંધ કરતા ન હતા અને હપ્તો ચૂકી જતા ઘેર આવી ગાળા ગાળી કરી રૂ.30 હજાર ભરી દે તેવું કહેતાં દેવું ચૂકતે કરવા લાલસિંહ પઢીયારે ચેહર ફાયનાન્સની સામે આવેલ મહેશભાઇ વાઘજીભાઇ દેસાઇની ફાયનાન્સમાંથી રૂ. 20 હજાર વ્યાજે લીધા હતા અને તેમણે રૂ.3600 નો હપ્તો કાપી રૂ. 16400 આપ્યા હતા ​​​​​જેના તમામ હપ્તા વ્યાજ સહિત ચૂકવી દેવા છતાં કોરા ચેક કે ડાયરી આપતા ન હતા અને ફોન કરી ગાળો બોલતા હતા.

તા.19/10/21 ના રોજ લાલસિંહ પઢીયાર બાઇક લઇને મહેતાપુરા જકાતનાકા તરફ જઇ રહ્યા હતા ત્યારે મણાભાઇ દેસાઇએ ઉભા રાખી લાફો મારી ખિસ્સામાંથી રૂ.500 કાઢી લઇ બળજબરી થી પાછળ બેસાડી તેની ઓફિસ લઇ ગયા બાદ હાર્દિકભાઇ અને મહેશભાઇએ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો અને મણાભાઇએ લાકડીઓ મારી હતી અને બપોર સુધી ઓફિસમાં ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પૈસા લેવા ઘેર મોકલતા ધમકીઓથી કંટાળી ગયેલ લાલસિંહ પઢીયારે ઘેર આવી જીવન ટૂંકાવી લેવા ઉંદર મારવાની દવા પાણીમાં નાખી પીવાનો પ્રયાસ કરતા તેમની પત્નીએ બૂમાબૂમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા અને લોટો ઝૂંટવી લીધો હતો પોલીસે ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...