તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મનકી બાત કાર્યક્રમનો હિંમતનગરના બામણામાં થાળી વગાડી વિરોધ કરાયો

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાયદા ખેતી અને ખેડૂતોને બરબાદ કરી દેશે: સાબરકાંઠા કિસાનસભા

પ્રતિ માસે છેલ્લા રવિવારે પીએમ દ્વારા મનકી બાત કાર્યક્રમનો હિંમતનગરના બામણાના ખેડૂતો, ખેતમજૂરો એ થાળી વગાડી વિરોધ કર્યો હતો. જ્યારે સાબરકાંઠા કિસાનસભાએ ત્રણ કાયદા ખેતી અને ખેડૂતોને બરબાદ કરી દેશે તેવું જણાવ્યું હતું.

ગુજરાત કિસાનસભાના મહામંત્રી પરસોત્તમદાસ પરમાર , સાબરકાંઠા જિલ્લા કિસાનસભાના પ્રમુખ દિલાવરસિંહ ઝાલા, મંત્રી મોતીલાલ પરમારે મનની વાત કાર્યક્રમ અન્વયે જણાવ્યું કે સરકારે ખેતી અને ખેડૂતો વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરેલ છે જે દેશની ખેતી અને ખેડૂતોને બરબાદ કરી દેનારા છે. તેમ છતાં પ્રધાનમંત્રી ખેડૂતોના મનની વાત સાંભળતા નથી. જેથી ખેડૂતોએ વડાપ્રધાનની મન કી બાતનો વિરોધ થાળી વગાડીને કરવાનું નક્કી કરતાં હિંમતનગરના બામણામાં ખેડૂતો અને ખેતમજૂરોએ થાળી વગાડીને મનકી બાતનો વિરોધ કર્યો હતો. જ્યારે પરબડા ગામે પોલીસ કાર્યક્રમ અગાઉ પહોંચી જતાં વિરોધ કાર્યક્રમ થઇ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો