ચુકાદો:પ્રાંતિજના સદાના મુવાડામાં યુવકની હત્યા મામલે શખ્સને સાત વર્ષની કેદ

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવા વર્ષ અગાઉ ખેતરમાં જવાના રસ્તામાં પાણી વાળવા મામલે થયેલી રકઝકમાં માથામાં લાકડું મારી યુવકની હત્યા કરી હતી, 2 ને છોડી મૂક્યા

પ્રાંતિજના સદાના મુવાડામાં સવા વર્ષ અગાઉ ખેતરમાં જવાના રસ્તામાં પાણી વાળવા મામલે થયેલ રકઝકમાં શખ્સે લાકડું યુવકના માથામાં ઝીંકતાં યુુવકનું મોત થતાં ગુરૂવારે પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજે આઈપીસી 307 અંતર્ગત એક આરોપીને 7 વર્ષની કેદ અને અન્ય બેને શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા.

ગત તા. 17-01-20 ના રોજ સવારે 10:30 કલાકે સદાના મુવાડાના શિવસિંહ ઉર્ફે પરબતસિંહ મફતસિંહ અને સોમસિંહ ધૂળસિંહ બાઈક લઈ ખેતરમાં જવા દરમિયાન રસ્તામાં પાણી વાળેલ હોઇ બાઈક સાથે નીચે પડી ગયા હતા. જેથી તેમને રમણસિંહને રસ્તામાં પાણી વાળવાની ના પાડી હતી અને બોલાચાલી કરી હતી.

ત્યારબાદ રમણસિંહ ઘેર ગયા હતા અને તેમના કાકાના દીકરા જીતેન્દ્રસિંહને આ બાબતે જાણ કરતાં બધા કૂવા પર જઇ શિવસિંહને ઠપકો કરતા હતા. બોલાચાલી ઝઘડામાં પરિણમતા પ્રવિણસિંહ સોમસિંહ રાઠોડે તેના હાથમાંનું ઝાડું લાકડું જીતેન્દ્રસિંહના માથામાં મારતાં જીતેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજાઓ થતા મોત થતાં કાળુસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. કેસ ડિસ્ટ્રિક્ટ સે. કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અરવિંદભાઈ પટેલે રજૂ કરેલ પુરાવા, સાક્ષીઓની જુબાની ઇન્વેસ્ટિગેશન ઓફિસર ની જુબાની ગ્રાહ્ય રાખી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એચ.ડી. સુથારે પ્રવિણસિંહ સોમસિંહ રાઠોડને 307 અંતર્ગત 7 વર્ષની કેદ અને રૂ. 2500 દંડ ફટકાર્યો હતો. શિવસિંહ ઉર્ફે પરબતસિંહ મફતસિંહ રાઠોડ, સોમસિંહને શંકાનો લાભ આપી છોડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...