તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને પગલે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં જ લોકડાઉન ત્યારબાદ એસટીની ટ્રીપ તથા મુસાફરોની સીમીત સંખ્યા અને હવે મહાનગરોમાં રાત્રિ કરફ્યુની સ્થિતિ જેવા પરિબળોને કારણે ગત વર્ષની સરખામણીએ છેલ્લા 8 માસમાં હિંમતનગર એસટી ડિવિઝનને ગત વર્ષની સરખામણીએ રૂ.75,86,86,984ની ઓછી આવક થઇ છે અને નિગમને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઈ છે.
વર્ષ 2019માં એપ્રિલથી નવેમ્બર દરમિયાન દર માસે 12થી 14 કરોડની હિંમતનગર ડિવિઝનમાં આવક થતી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ માસથી જ લોકડાઉન શરૂ થઇ જતાં એસટી સુવિધા બંધ રહી હતી. અનલોક-1 થી એસટીની સીમીત ટ્રીપો સીમીત મુસાફરો સાથે શરૂ કરાઇ હતી જેમાં ટ્રીપોની સંખ્યા અને મુસાફરોની સંખ્યા ઘટાડી દેવાઇ હોવાથી આવક પણ તળીયે બેસી ગઇ છે. એસટી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એપ્રિલ માસમાં રૂ.13.64 કરોડ, મે માસમાં રૂ.14.45 કરોડ, જૂનમાં 10.95 કરોડ, જુલાઈમાં 8.60 કરોડ, ઓગસ્ટમાં 7.34 કરોડ, સપ્ટેમ્બરમાં 7.09 કરોડ, ઓક્ટોબરમાં રૂ. 4.88 કરોડ અને નવેમ્બરમાં રૂ.5.44 કરોડ મળી છેલ્લા 8 માસમાં કુલ રૂ. 75.86 કરોડનો ઘટાડો થયો છે. એસ.ટી.નિગમ કરોડો રૂપિયાની ઘટની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
માંડ આવક વધી,દિવાળી બાદ ફરી ઘટવા માંડી અનલોક - 1 બાદ એસટીની આવકની ઘટ ધીમે ધીમે સરભર થવા માંડી હતી અને રૂ.14.45 કરોડની ઘટથી ઓક્ટોબર માસમાં રૂ.4.88 કરોડની ઘટ સુધી આવક ઉચી આવી હતી.પરંતુ દિવાળી સમયે લોકોએ કોરોના નિયમો નેવે મૂકી બેદરકારી દાખવતા કોરોનાના બીજા વેવે રફતાર પકડી છે મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલી બનતા લાંબા રૂટની બસોને મુસાફર મળતા નથી કેસ વધતા લોકો પણ એસટીનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે. દિવાળીના એક સપ્તાહ અગાઉ 28,50,120 મુસાફરોએ એસટીની 55006 ટ્રીપનો ઉપયોગ કર્યો હતો. જેમાં એસટીને રૂ.7,99,08,515 ની આવક થઇ હતી. દિવાળી બાદ આવક વધવાની જગ્યાએ 18 નવેમ્બરથી 6 ડીસેમ્બર દરમિયાન માત્ર 13,52,401 મુસાફરોએ 31889 ટ્રીપનો ઉપયોગ કર્યો હતો જેમાં એસટીને રૂ.5,39,50,443ની આવક થઇ હતી ટ્રીપ ઘટાડવી પડતા મુસાફરોની સંખ્યા પણ ઘટી હતી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.