તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ST નિગમ કે સફેદહાથી?:લૉકડાઉનમાં 4 માસ બંધ છતાં રૂ.33 કરોડનું નુકસાન, ‌બસો બંધ છતાં રૂ.11 કરોડનું ડીઝલ

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેન્ટેનન્સ બચવા છતાં સરેરાશ વાર્ષિક નુકસાન યથાવત

એસટી નિગમ સફેદ હાથી પૂરવાર થઇ રહ્યુ છે. વિતેલા વર્ષમાં તબક્કાવાર લોકડાઉનને પગલે ચારેક મહિના એસટી બંધ રહેવા છતાં અને રૂ. 11 કરોડનું ડીઝલ, મેન્ટેનન્સ બચવા છતાં સરેરાશ વાર્ષિક નુકસાન યથાવત રહ્યુ છે. પાછલા ત્રણ વર્ષોમાં સરેરાશ 32.66 કરોડનું નુકસાન થયું હતું. જ્યારે વિતેલા વર્ષમાં 33.46 કરોડનુ નુકસાન થયું છે! એસટી બંધ રહેતા આવક નથી થઇ તો તેની સામે રૂ. 11 કરોડના ખર્ચની બચત પણ થઇ છે તેમ છતાં વર્ષ 2020-21 નું નુકસાન 2019-20 કરતાં રૂ.3.56 કરોડ વધુ થયુ છે.

કોરોના મહામારીને એક પણ ક્ષેત્રને બાકાત રાખ્યુ નથી તમામ વ્યાવસાયિક ક્ષેત્રોમાં વત્તા ઓછા અંશે અસર થઇ છે. કોરોના કાળમાં અવાર નવાર લોકડાઉન સ્થિતિને કારણે એસ.ટી. બસ સેવાને પણ બ્રેક લાગી હતી. સરેરાશ ચારેક મહિના એસટી બંધ રહી છે જેને કારણે ડીઝલમાં 25 ટકા રોજીંદા મેન્ટેનન્સમાં 50 ટકાનો સરેરાશ ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2017-18 થી વર્ષ 2019-20 ત્રણ વર્ષ દરમિયાન ડીઝલનો સરેરાશ ખર્ચ રૂ. 40.26 કરોડ થતો હતો. જ્યારે 2020-21 માં રૂ. 30.06 કરોડનો ખર્ચ થયો હતો.

તેવી જ રીતે ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ 2.09 કરોડનું મેન્ટેનન્સ ખર્ચ થતો હતો. તેની સામે વતેલા કોરોના કાળામાં રૂ. 1.25 કરોડનો ખર્ચ થયો હતો. પાછલા વર્ષોની સરખામણીએ સરેરાશ રૂ.11 કરોડ ઓછો ખર્ચ થયો હતો. આમ છતાં વાર્ષિક સરવૈયામાં નુકસાન આંકડો ગત વર્ષ કરતાં રૂ.3.56 કરોડ જેટલો વધી ગયો છે.

આ અંગે હિંમતનગર એસટી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડીઝલ મેન્ટેનન્સના ખર્ચ ઉપરાંત ગ્રેજ્યુઇટી, પીએફ, પેન્શન, વેલ્ફેર ફંડ, ઇન્સ્યોરન્સ, વાહનોનુ ડેપ્રીસીએશન ઘસારો સહિતના અલગ અલગ 35 જેટલા ખર્ચ થાય છે. તેમાં કપાત શક્ય નથી. એસટી ફરે કે ન ફરે, આવક થાય કે ન થાય આ તમામ ખર્ચ થવાના જ છે. આવા ખર્ચની કુલ સરેરાશ વાર્ષિક રકમ રૂ.35.04 કરોડ થવા જાય છે.

હિંમતનગર ST ડિવિ.નું 4 વર્ષનું સરવૈયું

વિગતમાર્ચ-21માર્ચ-20માર્ચ-19માર્ચ-18
સ્ટાફખર્ચ35.243.0336.0436.09
ડીઝલખર્ચ30.0641.8145.5839.91
મેન્ટેનન્સ1.252.062.132.08
અન્યખર્ચ25.9240.9138.335.04
કુલખર્ચ91.19125.75119.93110.95
કુલઆવક57.7395.8584.1977.58
માર્જીન-33.46-29.9-35.74-33.36

નુકસાનનો આંકડો યથાવત રહ્યો છે
લોકડાઉનમાં એસટી બંધ રહેતા આવક ન થઇ, લાંબા રૂટની બસો અવાર નવાર બંધ રહી, મુસાફરોની 50 ટકા ક્ષમતા વગેરે પરિબળોને કારણે નુકસાનનો આંકડો યથાવત રહ્યો છે. - જી.એસ. ગોસ્વામી , ડીટીઓ હિંમતનગર ડિવિઝન

દૈનિક 59 શિડ્યુલ અને 730 ટ્રીપો રદ
દૈનિક 251 શિડ્યુલ અને 1427 ટ્રીપ ની સામે હાલમાં 192 શિડ્યુલ અને 697 ટ્રીપ કાર્યરત છે. દૈનિક 59 શિડ્યુલ અને 730 ટ્રીપો રદ કરાઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી યથાસ્થિતિનું નિર્માણ થયુ નથી.

અન્ય સમાચારો પણ છે...