તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણીઓ:હિંમતનગર બ્રાન્ચના LIC એજન્ટોએ પડતર માંગોન લઈ સૂત્રોચ્ચાર કર્યા

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર એલઆઇસી ઓફિસ આગળ હિંમતનગર બ્રાન્ચના એજન્ટોએ પોતાની પડતર માંગણીઓનો વિરોધ દર્શાવી ધરણા કરી એલઆઇસી મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. હિંમતનગર એલઆઇસી બ્રાન્ચના એજન્ટોએ બોનસમાં વધારો, વિમાના પ્રિમિયમ પર લગાવેલ જીએસટી દૂર કરવો, એજન્ટોને પેન્શનની સુવિધા આપવી, ગ્રેજ્યુઇટીમાં વધારો કરવો, એજન્ટ ગૃપ ઇન્સ્યોરન્સ વધારવો, એજન્ટ ગૃપ મેડીક્લેઇમ વીમા રાશી વધારવી, ઓનલાઇન પોલીસીઓનુ વેચાણ બંધ થાય જેવી માંગણીઓ સાથે હિંમતનગર બ્રાન્ચ આગળ 50 થી વધુ એજન્ટોએ મંગળવારે એકત્ર થઇ એલઆઇસી મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કરી એક દિવસ કામથી અળગા રહ્યા હતા તથા મેનેજમેન્ટ માંગણીઓને સત્વરે નહી સ્વીકારે તો અગામી સમયમાં આંદોલન ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં હિંમતનગર બ્રાન્ચ એજન્ટ એસો.ના પ્રમુખ રાહુલ મણીલાલ પટેલ, નરેશકુમાર કેશવલાલ પટેલ, ઉપપ્રમુખ અમૃતભાઇ ડી. પટેલ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો