તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:હિંમતનગરમાં શો રૂમની લીઝ, ડીલરશીપના નામે રૂ 3.33 કરોડની ઠગાઇ, 6 સામે ફરિયાદ

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમર્લ્ડ કારના શો રૂમના 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

હિંમતનગરમાં ટીવીએસ અગવાન ગાડીઓનો શો રૂમ ધરાવતા અને સવગઢ પાણપુર પાટિયા હિંમતનગરના રહેવાસી તોફિકભાઈ ઇસ્માઇલભાઈ લુહારને તેમની બાજુમાં આવેલ એમર્લ્ડ કારના શો રૂમના શખ્સોએ લીઝ અને ડીલરશીપ પોતાના નામે કરી આપવાની ખાતરી આપી રૂ.2.52 કરોડ અને ટીવીએસ શો રૂમમાંથી વેચાણ માટે આપેલ ગાડીઓના રૂ. 48,55,769/- અને એસેસરિઝના રૂ. 32,93,356ના મળી કુલ રૂ.3.33 કરોડ મેળવી લીધા છતાં શો રૂમની લીઝ ,ડીલરશીપ ટીવીએસ આગવાન શો રૂમના માલિક તોફિકભાઈના નામે ન કરી આપતાં અને ગાડીઓ સહિત એસેસરીઝના નાણાં પરત ન આપતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસે એમર્લ્ડ કારના શો રૂમના 6 શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે.

હિંમતનગર ચિલોડા નેશનલ હાઇવે 8 પર પીપલોદીમાં આવેલ ટીવીએસ અગવાન મોટર શો રૂમની બાજુમાં આવેલ એમર્લ્ડ કારના શખ્સો કનૈયા મનહરકુમાર ઠક્કર તેમની પત્ની ખુશીબેન (રહે.7 શ્યામ વિહાર બંગલોઝ,થલતેજ અમદાવાદ), રૂપેશભાઈ દિનેશભાઈ જંત્રાણીયા (રહે.3 એ શ્રુનાર એપાર્ટમેન્ટ સેટેલાઇટ અમદાવાદ), જુબીન શાપુર મિસ્ત્રી,(રહે.14 સ્ટર્લિંગપાર્ક સોસાયટી મેમનગર અમદાવાદ), રજનીશ સુભાષભાઈ અરોરા, નિરવ રમેશચંદ્ર જોષી (રહે. 2 એસસી.પુષક એપાર્ટમેન્ટ સેટેલાઇટ અમદાવાદ મૂળ.રહે.જૂના બજાર જગદંબા મીઠાઈ ઘરની સામે હિંમતનગર) એ ભેગા મળી સવગઢ પાણપુર પાટિયા હિંમતનગરના રહેવાસી અને ટીવીએસ શો રૂમના માલિક.. તોફિકભાઈ ઇસ્માઇલભાઈ લુહારને એમરલ્ડ કાર્સ પ્રા. લી.નામના શો રૂમની લીઝ અને ડીલરશીપ તોફિકભાઈના નામે કરી આપવાનું જણાવી તોફિકભાઇ પાસેથી રૂ.2,52,00,000/- મેળવી લઇ શો રૂમની લીઝ અને ડીલરશીપ તોફિકભાઈના નામે કરી આપી ન હતી.

આ ઉપરાંત તોફિકભાઈએ પોતાના ટીવીએસ શો રૂમમાંથી ગાડીઓ અને એસેસરીઝ વેચાણથી આપેલ તેના નાણાં રૂ.48,55,769/- આપ્યા ન હતા. અન્ય શખ્સ રૂપેશભાઈ દિનેશભાઈ જંત્રાણીયા અને જુબીન શાપુર મિસ્ત્રીએ તોફિકભાઈ પાસેથી ટીવીએસ કંપનીની રૂ.32,93,356 ની ગાડીઓ વેચાણ સારું લીધેલ તેના નાણાં પણ પરત આપ્યા ન હતા. આ શખ્સોએ લીઝ ડીલરશીપ સહિત ગાડીઓ અને એસેસરીઝના કુ રૂ. 3,33,49,125/-તા.04-10-20 થી 09-06- 21 સુધીના સમયગાળા દરમિયાન તોફિકભાઈને ન ચૂકવતાં તેઓએ તા.09-06-21ના રોજ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે મહિલા સહિત 6 સામે છેતરપિંડી અને ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...