તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રિવોલ્વર પ્રકરણમાં LCBએ બહુચરાજીના શખ્સને ઝડપ્યો, ઝડપાયેલો બહુચરાજી-મોઢેરાના 3 ગુનામાં વોન્ટેડ

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાબરકાંઠા એલસીબીએ મોઢેરા પોલીસને સુપરત કર્યો

દિવાળી અગાઉ મોતીપુરા ખાતેથી ચાર રિવોલ્વર સાથે શખ્સો ઝડપાવાના પ્રકરણમાં તપાસ દરમિયાન એલસીબીએ વધુ એક શખ્સની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન બહુચરાજી અને મોઢેરા ખાતે નોંધાયેલ દારૂ અને હથિયાર ના ત્રણ ગુનાનો વોન્ટેડ હોવાનું ખુલતા મોઢેરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મોતીપુરાથી રિવોલ્વરો પકડાવાના પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ દરમિયાન સહદેવસિંહ ઉર્ફે લાલો અજીતસિંહ સોલંકી ઉ.વ. 21 (રહે.કાલરી ગઢવાસ તા.બહુચરાજી જિલ્લો મહેસાણા) ને પકડી લાવી પૂછપરછ કરતાં મોઢેરામાં તેની વિરુદ્ધ હથિયાર ધારાનો અને બહુચરાજીમાં દારૂ તથા હથિયારધારાના બે મળી કુલ ત્રણ ગુના નોંધાયા હોવાનું ખુલ્યું હતું અને ત્રણે ગુનામાં વોન્ટેડ હોઈ વધુ તપાસ અર્થે મોઢેરા પોલીસને તા.26-12-20ના રોજ સુપરત કર્યો હોવાનું એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો