તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:LCBએ રેમડેસિવિરની કાળાબજારી કરતાં વધુ 2 ફરાર આરોપીને ઝડપ્યા

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર સહકારી જીન પાસેથી અગાઉ 4ને પકડ્યા હતા

કોરોના સારવારમાં વપરાતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે ત્યારે હિંમતનગર સહકારી જીન પાસે સાબરકાંઠા એલસીબીએ ઇન્જેક્શનની કાળા બજારથી વેચતા 4 શખ્સોને પકડી લીધા હતા જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો અને વધુ બે શખ્સોને શનિવારે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

એલસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળા બજાર કરતા 4 શખ્સોને એલસીબીએ અગાઉ પકડી પાડ્યા બાદ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી અને અગાઉ પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા તેમણે આરોપી હાર્દિકા ડો/ઓ પિયુષભાઈ સોલંકી પાસેથી ઇન્જેક્શનની માગણી કરતા હાર્દિકાબેનને સચીનકુમાર ખોડીદાસ સોલંકીની સાથે પરિચય હોવાથી અને તેને આરોપી સચીનકુમાર કોનાભાઈ પરમાર સાથે પરિચય હોઈ ઇન્જેક્શનની માગણી કરતા આરોપી સચીનકુમાર કાનાભાઈ પરમારે પોતાના આર્થિક લાભ મેળવવા માટે અને ઇન્જેક્શનની કાળાબજારી કરવા ઊંચા ભાવ મેળવવા માટે મુકેશભાઈ કડવાભાઈ પરમાર (રહે. ચિત્રોડી તા. ઇડર હાલ રહે. અમદાવાદ બાપુનગર ) નો સંપર્ક કર્યો હતો અને મુકેશભાઈ નો પરિચય અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં આવેલ આનંદ સર્જિકલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા ફાલ્ગુનીબેન રમેશભાઈ કચરાભાઈ સાથે હોઈ તેમના મારફતે ઇન્જેક્શન મળી શકે તેમ હોવાથી ફાલ્ગુનીબેને આનંદ સર્જીકલ સિવિલ સામે અસારવા અમદાવાદ ખાતે ઇન્જેક્શનો મેળવ્યા હતા.

તા. 07/05/21ના રોજ મુકેશભાઈ પરમાર અને ફાલ્ગુનીબેન પરમારની પૂછપરછ કરતા ફાલ્ગુનીબેન અમદાવાદ શાહીબાગ ખાતે આનંદ સર્જિકલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હોવાથી તેઓને મુકેશ પરમાર સાથે સંબંધ હોવાના નાતે આનંદ સર્જિકલ હોસ્પિટલમાંથી રેમડેસીવીર ઇન્જેક્શનની ચોરી કરી કાળાબજારી કરવા માટે મુકેશભાઈને આપ્યા હતા. એલસીબીએ અટકાયત કરી બંનેનો કોવિડ-19 ટેસ્ટ કરાવી રિમાન્ડ મેળવી વધુ કેટલા રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરી છે તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...