દારૂ જપ્ત:એલસીબીએ કારનો પીછો કરી રૂ.1.20 લાખનો દારૂ ઝડપ્યો

હિંમતનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલક જુમસર છાપરા ગામની સીમમાં કાર મુકી ફરાર

સા.કાં. એલસીબીની ટીમે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક સ્વીફ્ટ ગાડીના ચાલકે ગાડી પાછી વાળી ભાગવા દરમિયાન પીછો કરી કારમાંથી રૂ.1.20 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એલસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એલસીબી એએસઆઇ વિક્રમસિંહ તથા સ્ટાફ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં રેવાસ ગામે વાહન ચેકિંગમાં હતા દરમિયાન ભિલોડા તરફથી એક સિલ્વર કલરની સ્વીફ્ટ ગાડી નં. જી.જે-01-કે.એન-7177 આવતા તેને રોકવા ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી પાછી વાળી ભાગવા લાગતા પીછો કર્યો હતો દરમિયાન કારચાલક જુમસર છાપરા ગામની સીમમાં ડુંગરમાં ગાડી પાર્ક કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા દારૂ તથા બીયરની 671 બોટલો મળી કુલ રૂ.1,20,302 નો જથ્થો મળી આવતા ગાડીની કિં.રૂ.3 લાખ મળી કુલ કિં.રૂ.4,20,302 નો મુદ્દામાલ કબ્જે કરી ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...