તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપાસમાં ગુલાબી ઈયળનો ભય:વરસાદની અછત- ઇયળોના ઉપદ્રવને પગલે સાબરકાંઠામાં મગફળીમાં નુકસાનની આશંકા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તડકાનો અભાવ અને સતત વાદળછાયા વાતાવરણને પગલે કપાસમાં ગુલાબી ઈયળનો ભય
  • ચાર પાંચ દિવસમાં વરસાદ નહીં આવે તો ઉત્પાદન અડધું થવાની આશંકા

સા.કાં. જિલ્લામાં વરસાદની ઘટ અને સતત વાદળછાયા વાતાવરણને પગલે મગફળીના વાવેતરમાં કાળી અને લીલી ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે ખેડૂતોના જણાવ્યાનુસાર ગમે તેટલો દવાઓનો છંટકાવ કરો ઇયળો પાક ને નુકસાન કરી રહી છે. વાદળછાયુ અને ભેજવાળું સાનુકૂળ વાતાવરણ હોઇ કપાસમાં પણ ગુલાબી ઇયળનો ખતરો મંડરાઇ રહ્યો છે. આગામી ચાર-પાંચ દિવસમાં માફકસર વરસાદ નહીં આવે તો બંને મુખ્ય ખરીફ પાકનું ઉત્પાદન અડધું થઇ જવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 68 હજાર હેક્ટરથી વધુમાં અને કપાસનું 45 હજારથી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે. કૃષિ નિષ્ણાંતોના મતે મગફળીના છોડને વાવણીના 45 દિવસ પછી પિયતની સૌથી વધુ જરૂરિયાત હોય છે હાલમાં વૃદ્ધિનો તબક્કો ચાલી રહ્યો છે અને અત્યારે પાણીની સૌથી વધુ જરૂર છે બીજી બાજુ મગફળીમાં કાળી અને લીલી ઇયળનો ઉપદ્રવ વધ્યો છે. લશ્કરી ઇયળ અને કાબરી ઈયળ તરીકે ઓળખાતી આ ઇયળ મગફળીના પાન અને ટોચને નષ્ટ કરી ભારે નુકસાન કરી રહી છે.

ધનપુરા ગામના અરવિંદભાઈ અને જયંતીભાઈ પટેલે જણાવ્યું કે વિભાગની ભલામણ મુજબની દવાઓનો છંટકાવ કરવા છતાં ઇયળોના ઉપદ્રવમાં ફેર પડ્યો નથી. સતત ભેજવાળું વાતાવરણ અને સૂર્ય પ્રકાશના અભાવે કપાસમાં પણ ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ અંગે સાબરકાંઠા ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યું કે કપાસમાં ગુલાબી ઈયળ દેખાય તો એક હેક્ટરમાં પાંચની સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ત્રણ દિવસ સુધી ગોઠવવા અને ટ્રેપ દીઠ આઠ ફૂદા પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવો દવાઓના છંટકાવ પહેલા વિકૃત થઈ ગયેલ ફૂલ ભમરી નો નિકાલ કરવો.

અન્ય સમાચારો પણ છે...