તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાલીમાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત ક્લાર્ક પોણા બે વર્ષ અગાઉ એટીએમમાં રૂ. 5 હજાર ઉપાડવા ગયા હતા. તે દરમિયાન બાજુમાં ઉભા રહેલા શખ્સોએ પાસવર્ડ જોઇ લીધા બાદ બીજા દિવસે મધ્યરાત્રિએ તેમના ખાતામાંથી રૂ. 1.20 લાખ અન્યના ખાતામાં ટ્રાન્સફર થયા હતા અને રૂ. 90 હજાર એટીએમમાંથી ઉપડી ગયા હતા જે તે સમયે સાયબર સેલમાં અરજી કર્યા બાદ તા. 11-02-21 ના રોજ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડાલીમાં રહેતા કાન્તિલાલ અળખાભાઇ પરમાર (65) ગત તા.03-04-19 ના રોજ સવારે નવેક વાગ્યે જે.વી. માર્કેટના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા અને રૂ. 5 હજાર ઉપાડ્યા હતા તે દરમિયાન બીજા મશીન આગળ ઉભા રહેલ બે શખ્સો પાસવર્ડ જોઇ ગયા હતા અને તા. 04-04-19 ની મધ્યરાત્રિએ તેમના ખાતામાંથી રૂ. 1.20 લાખ અન્ય ખાતામાં અને રૂ. 90 હજાર એટીએમમાંથી ઉપડી ગયા હતા. જેથી બીજા દિવસે બેંકમાં તપાસ કરતાં રૂ. 1.20 લાખ દિપચંદ્ર પટેલ (રહે. ગાંધીધામ) ના એસબીઆઇના ખાતામાં ટ્રાન્સફર થયા હતા અને રૂ. 90 હજાર ગાંધીધામમાં એટીએમમાંથી ઉપડી ગયાની જાણ થતા સાયબરક્રાઇમમાં અરજી આપ્યા બાદ તા. 11-02-21 ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.