તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:મોડાસા અને હિંમતનગરમાં ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરતાં કિસાનસભાના કાર્યકરોની અટકાયત

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ કાળા કાયદા અને નવું વીજળી બિલ પરત લેવા અપીલ સરકાર સમક્ષ કરાઇ

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખડૂતોના ચાલી રહેલા આંદોલનને 120 દિવસ પૂરા થયા છે. પરંતુ કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા નથી જે અન્વયે ખેડૂતોએ તેમની માંગ બુલંદ બનાવવા શુક્રવારે આપેલ ભારત બંધના એલાનને સાબરકાંઠા કિસાન સભાએ સર્મથન આપી હિંમતનગર એસટી સ્ટેન્ડ આગળ રસ્તા રોકો કાર્યક્રમ યોજવા જતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવી અટકાયત કરી હતી. સાબરકાંઠા જિલ્લા કિસાન સભા દ્વારા ભારત બંધના એલાનને સર્મથન આપી ત્રણ કાળા કાયદા અને નવું વિજળી બીલ પરત લેવા અપીલ સરકાર સમક્ષ કરવામાં આવી હતી.

દેશના જુદા જુદા કિસાન સંગઠનો અને કામદાર સંગઠનોએ કૃષિ કાયદા તેમજ મોંઘવારીના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું હતું. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કિસાન સભા અને સીટુના કાર્યકરોએ મોડાસામાં જાહેર માર્ગોઉપર વિવિધ બેનરો સાથે ભારત બંધના એલાનના સમર્થનમાં દેખાવો કરતા ટાઉન પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. સીઆઈટીયુના રાજ્યના મંત્રી ડી આર જાદવે આક્રોશ વ્યક્ત કરી સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે સરકાર લોકશાહી અધિકારો ઉપર તરાપ મારી રહી છે અને પોલીસ બળનો ઉપયોગ કરી વિરોધ પક્ષ અને જનતાનો અવાજ દબાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો