આવેદન:ઉત્તરપ્રદેશના લખીમપુરની ઘટનાના વિરોધમાં કિસાનસભાનું આવેદન

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના દીકરાએ ગાડી ચઢાવી દેતાં 8 ખેડૂતોનાં મોત થયા હતા

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં કૃષિ બિલનો વિરોધ કરી રહેલ ખેડૂતો પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના દીકરાએ ગાડી ચઢાવી દેતાં 8 ખેડૂતોના મોત નિપજવાની ઘટનાના વિરોધમાં ભારતીય કિસાનસભા દ્વારા સોમવારે કલેક્ટરને આવેદન આી ઘટનાને વખોડી કાઢી હતી હત્યારા સામે હત્યાનો ગુનો નોંધવા અને મૃતકોના પરિવારને વળતર સહિત સરકારી નોકરી આપવાની માંગ કરી હતી.

સાબરકાંઠા કિસાનસભાના ઉપપ્રમુખ દિનેશભાઇ, મોતીલાલ પરમાર વગેરેએ કલેક્ટરને આપેલ આવેદનની વિગત એવી છે કે લખીમપુર ખીરીમાં સરકારી કાર્યક્રમનો વિરોધ કરવા ખેડૂતો એકઠા થયા હતા. ત્યારે કેન્દ્રના ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતોના સમૂહ પર પોતાની કાર ચઢાવી દઇ ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેમાંથી ત્રણના ઘટના સ્થળે અને પાંચના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આજે મંગળવારે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને મળવા જઇ રહેલ પ્રિયંકા ગાંધીની ધરપકડ થવાના વિરોધમાં આવેદન આપવામાં આવનાર છે.ઘટનાથી કિસાનસભામાં આક્રોશ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...