હુમલો:રાત્રે કેમ ફરો છો કહી શખ્સને માર્યો, મોબાઇલ, 1300 ગુમ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના દેધરોટામાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

હિંમતનગરના દેધરોટામાં એક્ટિવા લઇને બહાર ગામેથી ગામમાં આવ્યા બાદ પિતા પુત્રને પાંચ શખ્સોએ રોકી રાત્રે કેમ ફરો છો કહી પિતાને મારતાં રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

દેધરોટામાં તા. 18-12-21 ના રોજ રાત્રે 10 વાગે દિવાનસિંહ ગુલાબસિંહ ઝાલા અને તેમનો દીકરો કુલદીપસિંહ એક્ટીવા લઇને બહાર જઇ આવ્યા બાદ ગામના રાવળ કનુભાઇના ગલ્લા નજીક આવતાં ગામના દિનેશસિંહ કાળુસિંહ ઝાલા, પ્રવિણસિંહ કાળુસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જશવંતસિંહ અગરસિંહ ઝાલા, રાજદીપસિંહ દિનેશસિંહ ઝાલા તથા દેવુસિંહ પ્રવિણસિંહ ઝાલા (તમામ રહે. દેધરોટા) એ એક્ટિવા ઉભુ રખાવી દિનેશસિંહે ફેટ પકડી કહ્યુ હતુ કે અત્યારે રાત્રે કેમ ફરો છો જેથી દિવાનસિંહે તમને શું તકલીફ છે હું ગમે ત્યાં ફરુ કહેતા પાંચેય જણા મારવા લાગતા કુલદીપસિંહ દોડી ઘેર જતો રહ્યો હતો તે દરમિયાન તમામે જો કોઇ જગ્યાએ દેખાશો હાથપગ તોડી નાખીશું કહી માર માર્યો હતો. દિવાનસિંહે સારવાર કરાવવા 108 ને ફોન કરવા જતાં તેમના ઉપરના ખિસ્સામાં રહેલ મોબાઇલ તથા તેના કવરમાં રહેલ રૂ.1300 ન મળતાં પાંચેય સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...