છેતરપિંડી:ખેડબ્રહ્માનો યુવક નોકરીની લાલચે 1.24 લાખમાં ઠગાયો

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીફ્ટ મોકલી પાર્સલ ડિલિવરી ચાર્જ અને કસ્ટમડ્યુટીના બહાને પણ પૈસા મંગાવ્યા

ખેડબ્રહ્માના યુવકને નોકરીની લાલચ આપી ફેસબુકના માધ્યમથી મહિલાએ ગીફ્ટ મોકલી પાર્સલ ડિલિવરી ચાર્જ અને કસ્ટમડ્યુટીના બહાને રૂ.1.24 લાખની છેતરપિંડી કરતાં યુવકે ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ખેડબ્રહ્માના શ્યામનગરમાં રહેતા ભાવેશ નારાયણભાઇ મકવાણા નવી મુંબઇ LION BRIDGE ટેકનોલોજીસ કંપનીમાં સિનિયર એન્જીનિયર તરીકે નોકરી કરે છે. તા.14-11-21 ના રોજ 10.27 વાગ્યે વોટ્સએપ નં. +447459786465 SHARON V JOHN નામની મહિલા જેને તે બે મહિનાથી તેમના ફેસબુકના માધ્યમથી જાણતા હતા તેને HALLIBURTON કંપનીમાં નોકરી અપાવવાની વાત કરી હતી. અને SHARON વોટ્સએપ મેસેજ થી કંપનીમાંથી ગીફ્ટ આપવાના છે જેમાં 35 કિલો વજનનું ગીફ્ટ આર્ટીકલ તમને મોકલાવાનું છે કહી એડ્રેસ માંગતા ભાવેશભાઇએ ખેડબ્રહ્માનું એડ્રેસ આપ્યુ હતું. તા.15-11-21 ના રોજ વોટ્સએપ નં. +447459786465 નંબરથી મેસેજ કરી કુરીયર કંપનીની લીન્ક મોકલી ટ્રેકીંગ નં. PXL066783333 મુજબનો પાર્સલ મોકલ્યા હોવાનો નંબર મોકલાવ્યો હતો ત્યારબાદ તા.16-11-21 ના રોજ 11.04 વાગ્યે અજાણ્યા વોટ્સએપ મો.નં.+14698063273 JAMES WHANLON નામથી પાર્સલ સીપ્મેન્ટ એડ્રેસ તથા કો.ઓર્ડીનેટર નો મો.નં.+918724075898 નંબર આપી પાર્સલ બાબતે કોન્ટેક્ટ કરશે તેમ જણાવ્યુ હતું.

તા.16-11-21 ના રોજ ભાવેશભાઇ ઘેર હતા તે દરમિયાન 10.15 વાગ્યે મો.નં.+918724075898 પરથી ફોન આવ્યો હતો અને કહ્યું કે ન્યુ દિલ્હી એરપોર્ટથી દિપક બોલું છે અને લંડનમાં HALLIBURTON કંપનીમાંથી SHARON એ પાર્સલ મોકલાવ્યુ છે અને વતનમાં મોકલવુ હોય તો ડિલિવરી ચાર્જ રૂ. 25,500 લાગશે અને વોટ્સએપથી અનિલ ગુપ્તા નામનું એકાઉન્ટ નં.015222010000179 તથા આઇએફએસસી કોડ -UBIN0540765 પાન નં.DMYPG2554Q તથા બેન્કનું નામ UNION BANK મોકલી આપતાં ભાવેશભાઇએ આઇ મોબાઇલ પે-એપ્લીકેશનથી રૂ. 25,500 ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ પાર્સલ કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધું છે તેવો ફોન આવતાં પાર્સલ છોડાવવા કસ્ટમ ડ્યુટી ફી રૂ.98,500 ભરાવી પડશે તેમ કહેતા એપ્લીકેશનથી 50 હજાર અને ત્યારબાદ 48,500 ટ્રાન્સફર કર્યા હતા.

અડધા કલાક પછી ફોન આવ્યો હતો કે ઇન્કમટેક્ષના રૂ.1,65000 ભરવા પડશે તેમ કહેતા ભાવેશભાઇને શંકા જતા અગાઉ ટ્રાન્સફર કરેલ રકમની રસીદ માંગતા ન આપતાં અને કુલ રૂ.1,24,000 પરત માંગતા મોબાઇલ બંધ કરી દેતા છેતરપિંડી થયાની ખબર પડી હતી અને બેંકમાં અરજી આપી તપાસ કરતાં તેમણે ટ્રાન્સફર કરેલ એકાઉન્ટમાંથી રોકડ રકમ ઉપાડી લીધી છે અને વોટ્સએપ નંબર બંને જણાએ બ્લોક કરી દેતા બંને મોબાઇલ ધારક સામે ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...