તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગારી:ખેડબ્રહ્માની ગલોડિયા પં. દ્વારા ગૌચરની 72 હેક્ટરમાં નીલગીરીનો ઉછેર કરાયો

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતને આવક થશે સાથસાથેે ગ્રામજનોને રોજગારી પણ મળશે

ખેડબ્રહ્માના ગલોડિયા પંચાયત દ્વારા ગામની 72 હેક્ટર ગૌચરની પડતર જમીનમાં સામાજીક વનીકરણ વિભાગ સાથે મળીને નીલગીરીનું વાવેતર કરાયું છે. જેથી ગામમાં લીલુડા વન થશે અને આવકની સાથે ગ્રામજનોને રોજગારી તેમજ ઇમારતી લાકડું મળી રહશે અને આવકમાંથી ગામના વિકાસ કામો કરાશે.

સરપંચ વિનોદભાઇ પટેલના જણાવ્યા મુજબ તેમણે સામાજીક વનીકરણ વિભાગની મંજૂરી મેળવી ગૌચરમાં આવેલ નીલગીરીની હરાજી કરાવી હતી અને આવકની શરૂઆત કરી હતી. આ આવકથી ગ્રામ પંચાયત પોતાના ગ્રામ વિકાસના કાર્યો કરવાની શરૂઆત કરી હતી. હાલમાં 72 હેક્ટર ગૌચરમાં નીલગીરીનો ઉછેર થઇ રહ્યો છે. જેમાં ખેડબ્રહ્મા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા સંપૂર્ણ દેખરેખ કરાય છે. આ વૃક્ષોના ઉછેરની તમામ જવાબદારી વનીકરણ વિભાગની છે અને આ વૃક્ષોની આવકમાં 75 ટકા રકમ ગ્રામપંચાયતને મળે છે. 25 ટકા વનીકરણ વિભાગને મળે છે સાથે ગ્રામજનોને રોજગારી પણ મળી રહી છે.

ગ્રામ પંચાયતને થયેલ 75 ટકા આવકમાંથી ગામમાં રોડ-રસ્તા બનાવવા, ગામમાં નવી ગટર લાઇન વગેરે જેવા વિકાસના કામો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ગલોડીયા ગ્રામ પંચાયતે 30 લાખની આવક મેળવી છે અને 4.90 લાખની નીલગીરીની હરાજી કરી છે જેની રકમ હજુ ગ્રામપંચાયતને મળવાની બાકી છે. ચાલુ વર્ષે જાપાનની મિયાવાકી પદ્ધતિથી 20 X 20ના ક્ષેત્રફળમાં 1024 રોપાઓનો ઉછેર કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...