વધુ એક કોંગ્રેસી MLAના કેસરિયાં:ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે અખાત્રીજના દિવસે ભાજપમાં જોડાશે

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય અશ્વિન કોટવાલ - ફાઈલ તસવીર - Divya Bhaskar
ધારાસભ્ય અશ્વિન કોટવાલ - ફાઈલ તસવીર

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે અખાત્રીજના દિવસે 500 થી વધુ ટેકેદારો સાથે કમલમ પહોંચી ભાજપમાં જોડાનાર હોવાની આધિકારીક પુષ્ટિ થઈ ગઈ છ. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના દોઢ દાયકાથી સક્રિય કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ સાથે સ્થાનિક અને પ્રદેશની કોંગ્રેસ દ્વારા અવારનવાર માનહાનિ થાય તેવી સ્થિતિ પેદા કરાયા બાદ છેલ્લા એકાદ વર્ષથી અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી.

કોંગ્રેસથી નારાજ અશ્વિન કોટવાલ ભાજપના સહારે
એકાદ વર્ષથી ધારાસભ્યની લાગણીને પ્રદેશ મોવડી મંડળે પણ ન્યાય ન આપ્યો જેની તકનો લાભ ઉઠાવી ભાજપે નિશાન સાધી લીધું હતું. આજે 500 થી વધુ કોંગી અગ્રણીઓ સાથે સવારે સી.આર.પાટીલની હાજરીમાં વિધિવત ભાજપ પ્રવેશ કરશે.

અન્ય સમાચારો પણ છે...