તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકી:જિલ્લા પ્રભારી મંત્રી કે જિલ્લાના વડાને જૂતાનો હાર પહેરાવાની ખેડબ્રહ્મા ધારાસભ્યની ચીમકી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર પ્રોટોકોલનો ભંગ થતાં ધારાસભ્ય અશ્વિન કોટવાલ ગુસ્સે
  • સરકારી કાર્યક્રમો પૂરા થઇ ગયા બાદ બોલાવાતા હોવાનો તંત્ર સામે આક્ષેપ

ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સરકારના કાર્યક્રમોમાં જાણી જોઈને પ્રોટોકોલ ન જાળવી અપમાનિત કરાઇ રહ્યા હોવા અંગે આક્રોશ સાથે મુખ્યમંત્રીને લેખિતમાં જાણ કરી ભવિષ્યમાં પુનરાવર્તન થશે તો પ્રભારીમંત્રી હોય કે જિલ્લાના વડાને જૂતાનો હાર પહેરાવવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો હતો. સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકાર પ્રેરિત કાર્યક્રમોમાં હાજર રહેવા ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલને આમંત્રણ તો અપાય છે. પરંતુ આમંત્રણ કાર્ડમાં તેમનું નામ લખાતું નથી તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે કાર્યક્રમ પૂરો થયા પછી બીજા દિવસે આમંત્રણ કાર્ડ અપાય છે.

ધારાસભ્ય અશ્વિન કોટવાલે આક્રોશ પૂર્વક રજૂઆત કરી છે કે આજે પણ જિલ્લાના પ્રભારી ઈશ્વરભાઈ પટેલના પ્રમુખ સ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવાના કાર્યક્રમમાં આ બાબતનું પુનરાવર્તન થયું છે. તંત્ર દ્વારા વારંવાર આવું થઈ રહ્યું છે સંવિધાનની ઉપરવટ જઇને પ્રોટોકોલનો ભંગ કરવાનો કોઈને અધિકાર નથી આવી પ્રવૃત્તિ આમને આમ ચાલુ રહેશે અને અપમાનિત કરવામાં આવશે તો પ્રભારીમંત્રી હોય કે જિલ્લાના વડા એમને જૂતાનો હાર પહેરાવવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...