તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ શાસિત પાલિકામાં ભડકો:ખેડબ્રહ્મા પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રાજીનામું આપી દીધું

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર સમિતિના મહિલા ચેરમેનના રાજીનામાનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ

ખેડબ્રહ્મા પાલિકામાં ભાજપના આંતર કલહનો લાભ લઈ સત્તા પરિવર્તન કરાવનાર પાલિકા કોંગ્રેસમાં ભડકો થયો છે. બાંધકામ સમિતિના ચેરમેને ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી રાજીનામું આપી દીધું છે તો ગટર સમિતિના મહિલા ચેરમેને રાજીનામું આપ્યાનું લેટરપેડ વાયરલ થયો છે. ભાજપના બે સદસ્યોને ઘેર હાજર રાખી સત્તાના સૂત્રો ગ્રહણ કરનાર કોંગ્રેસને બે સદસ્યોએ સમયના ચક્રનો પ્રભાવ બતાવો શરૂ કરી દીધો છે.

ખેડબ્રહ્મા પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દશરથકુમાર પ્રજાપતિએ તા.23-08-21ના રોજ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રાજીનામું ધરી દીધું છે. અન્ય એક મહિલા ચેરમેન આશાબેન ભાંભીના નામનું લેટરપેડ વાયરલ થઈ રહ્યું છે તેમનો સંપર્ક થઇ શકયો નથી. તેમણે ગટર સમિતિના ચેરમેન પદેથી મુક્ત કરવા રાજીનામું આપ્યું છે.

કોંગ્રેસના બબ્બે સદસ્યોએ રાજીનામું આપ્યાની વાત વહેતી થતાં ભાજપ ઘેલમાં આવી ગયું છે તો કોંગ્રેસ દ્વારા બંને ચેરમેનોને મનાવી લેવા પ્રયાસ હાથ ધરાયા છે. નગરપાલિકા કોંગ્રેસમાં થયેલ ભડકાથી હાથ શેકવા ભાજપ તલપાપડ બન્યુ છે. બાંધકામ સમિતિના ચેરમેને રોડના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવી રાજીનામું આપી દેતાં ચકચાર મચી જવા પામી છે.

રોડ બન્યાના રિપોર્ટ વારંવાર માગવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી કહી કંટાળી રાજીનામું આપી દીધું
બાંધકામ સમિતિના ચેરમેન દશરથકુમાર પ્રજાપતિએ જણાવ્યું ક્વોલિટી કન્સલ્ટિંગ એજન્સીને 1.5 ટકો ફી ચૂકવાય છે કામની ગુણવત્તાની ચકાસણીની જવાબદારી બને છે શહેરમાં એવા કેટલાય રોડ બન્યા છે જે ચાર-પાંચ વર્ષ ચાલવા જોઈએ તેને બદલે છ-છ મહિનામાં તૂટી ગયા છે આ અંગેના રિપોર્ટ વારંવાર માગવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી. ભવિષ્યમાં આ બાબતે નગરજનોને જવાબ આપવો પડે તો શું આપવો, આ કારણે રાજીનામું આપ્યું છે.

ગટરસમિતિના ચેરમેને ફોન ન ઉપાડતાં સંપર્ક થયો નથી
ગટરસમિતિના ચેરમેન આશાબેને ફોન ન ઉપાડ્યો ન હતો.પાલિકા સૂત્રોના જણાવ્યાનુસાર શુક્રવાર સુધી પાલિકામાં રાજીનામું મળ્યું નથી.

બે સદસ્યોના રાજીનામાથી ભાજપ ગેલમાં આવી ગયું
કોંગ્રેસના બબ્બે સદસ્યોએ રાજીનામું આપ્યાની વાત વહેતી થતાં ભાજપ ગેેલમાં આવી ગયું છે.કોંગ્રેસ બંને ચેરમેનોને મનાવવા પ્રયાસ હાથ ધરાયા છે.

અન્ય સમાચારો પણ છે...