ફરિયાદ:ખેડાવાડાની પરિણીતાને છુટુ આપવું છે કહી ત્રાસ ગુજાર્યો

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સહિત 4 સાસરિયાં સામે ફરિયાદ નોંધાઇ

હિંમતનગરના ખેડાવાડાની અને સાઠંબા પરણાવેલ મહિલાને પતિએ મારે તને રાખવી નથી છુટું આપી દેવુ છે અને મારે બીજી લાવવી છે કહી ત્રાસ ગુજારતા મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર સામે ફરિયાદ નોંધાઇ હતી. ખેડાવાડાની પ્રજ્ઞાબા ભારતસિંહ ઝાલાની દીકરીના લગ્ન અરવલ્લી જિલ્લાના સાઠંબામાં કુલદીપસિંહ મદનસિંહ સોલંકી સાથે થયા હતા અને લગ્નના એકાદ વર્ષ બાદ પતિ કુલદીપસિંહ નાની નાની બાબતોમાં બોલાચાલી કરી મારે તને રાખવી નથી, છૂટુ આપી દેવાનું છે અને મારે બીજી લાવવાની છે. અહીંથી જતી રહે કહી પત્ની તરીકેના સંબંધો ન રાખી મારઝૂડ કરતા હતા.

જેથી પ્રજ્ઞાબાએ આ બાબતે સસરા મદનસિંહ સોલંકી અને સાસુ હંસાબા સોલંકીને વાત કરતા બંનેએ કહ્યુ કે મારા દીકરાને તને રાખવાની ઇચ્છા નથી તો અમે શું કરીએ તને પોશાય તો રે નહીંતર જતી રે તથા દિયર નિર્મલસિંહ સોલંકીએ કહ્યું કે તું મારા ભાઇના લાયક નથી તારે અમારા બધા પર કેસ કરવો હોય તો કરી દેજે, હું વકીલાત કરુ છુ કેસ તો હું લડી લઇશ કહી ત્રાસ ગુજારતાં હોવાથી પ્રજ્ઞાબાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...