પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલ પ્લાઝા ખાતે સ્થાનિકો પાસેથી લેવાઈ રહેલ ટેક્સ ગેરવ્યાજબી હોવાની લાગણી સાથે પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય સ્થાનિક કક્ષાએ રજુઆતો બાદ કંટાળીને વડાપ્રધાનને લેખિત રજૂઆત કરી છે. પ્રાંતિજ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ તા. 10/08/21ના રોજ વડાપ્રધાનને કરેલ રજૂઆતની વિગત એવી છે કે કતપુર ટોલ પ્લાઝાની આસપાસના 15 કિલોમીટર વિસ્તારના લોકોને વાહનો લઇને અવાર-નવાર સારવાર, કચેરીઓના કામ, સામાજિક કામ અર્થે તાલુકા મથકે આવવું પડે છે અને અનેક ખેતરો રોડની સામેની બાજુએ હોવાથી હાઇવે નો ઉપયોગ કરવો પડે છે અને બિનજરૂરી ટોલ ભરવો પડે છે.
પ્રાંતિજ તાલુકાના નાગરિકો માટે સર્વિસ રોડ બનાવાય અને ટોલ લેવાનું બંધ કરવામાં આવે. તદુપરાંત પ્રાંતિજથી માર્કંડેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રોડ માટે અંડરપાસ મુકાયો નથી. આ રોડની આસપાસ સામુહિક આરોગ્ય કેન્દ્ર , આટીઆઈ, સ્મશાનગૃહ, માર્કંડેશ્વર મહાદેવ મંદિર, 5 હજારથી વધુ વસ્તી, ખેતીલાયક જમીનો, કબ્રસ્તાન હોવા છતાં અંડરપાસની સુવિધા અપાઇ નથી તેવી જ રીતે મોયદ રસુલપુર માટે અંડરપાસ મૂકવાનું કહી મુકાયો નથી નજીકમાં સલાલ રેલવે સ્ટેશન પણ છે મોટાભાગના ખેડૂતોના ખેતર હાઇવેની બીજી બાજુ છે અને બે કિલોમીટરનું ચક્કર પડે છે આવી જ સ્થિતિ તાજપુર સીતવાડા રોડની છે જ્યાં પણ અંડરપાસ જરૂરી છે.
ચાર વર્ષથી કામ ચાલી રહ્યું હોવા છતાં હાઈવે ભંગાર હાલતમાં છે અને 50 કિલોમીટરનું અંતર કાપતાં બે થી અઢી કલાક લાગે છે જેથી કતપુર ટોલ પ્લાઝા ખાતે ટોલ બંધ કરી હાઇવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.