તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ઇડરની જેઠીપુરા પંચાયતે 3 વખત રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગામની મહિલાઓ સ્વચ્છતાનું ધ્યાન રાખે છે - Divya Bhaskar
ગામની મહિલાઓ સ્વચ્છતાનું ધ્યાન રાખે છે
  • વર્ષ 2020-21 માટે ફરી એકવાર રૂ. 11 લાખની પુરસ્કૃત રાશિ ધરાવતા પંડિત દિનદયાળ એવોર્ડ મળ્યો

ઇડરના જેઠીપુરા પંચાયતને બે વર્ષ અગાઉ બબ્બે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ વર્ષ 2020-21 માટે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર માટે ફરી એકવાર પસંદ કરાતાં ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર રાજ્યની પ્રથમ ગ્રામ પંચાયત બની છે.

ગામના સરપંચ અહેસાનઅલી ભટ્ટે વિગત આપતાં જણાવ્યુ કે વર્ષ 2018-19 માં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ અને નાનાજી દેશમુખ ગૌરવ ગ્રામસભા બે રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર એકમાત્ર પંચાયત હતી. પુરસ્કારથી મળેલ રાશિથી ગામના વધુ કામો કરવામાં સહુલિયત બની રહી હતી. તેમણે જણાવ્યુ કે ગામમાં એક પણ સફાઇકર્મી નથી તેમ છતાં ગામમાં આંતરિક માર્ગો પર કે કોઇના ઘર આગળ કે અન્ય જગ્યાએ સ્હેજ પણ ગંદકી કે કચરો જોવા નહી મળે. ગામની મહિલાઓ સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખે છે અને પંચાયત દ્વારા ડોર ટુ ડોર ટ્રેક્ટર મોકલી કચરો એકત્ર કરી ડમ્પીંગ સાઇટ પર નાખવામાં આવે છે. ગામમાં એકપણ ઉકરડો નથી.

1300 થી વધુની વસ્તી ધરાવતા ગામમાં એક સમાન વિકાસ જોવા મળશે ગામની દૂધમંડળી, સેવા સહકારી મંડળી કે પંચાયત એક પણ સંસ્થામાં પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ ચારેક દાયકાથી ચૂંટણી થતી નથી ગામના અગ્રણીઓ 15 મિનીટમાં સર્વસંમતિથી નિમણુંક કરે છે. ગામમાં ગૌચર અને ખરાબાની જગ્યા ન હોવાથી ગામથી 3 કિમી દૂર ભાડે જગ્યા રાખી છે અને ગ્રામજનોને ભાડેથી ઉકરડા માટે જગ્યા અપાય છે. ગામમાં એક પણ બાળક કૂપોષિત નથી. ગ્રામજનોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે નિષ્ણાત તબીબની ઉપલબ્ધિ સાથે અદ્યતન હોસ્પિટલ પણ બનાવાઇ છે. યુવાનો માટે રિસર્ચ માટેની સુવિધાઓ સાથે લાયબ્રેરી પણ છે. ગામમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, રોજગારી તમામ બાબતોને સાંકળી લેવામાં આવી છે જેને કારણે વર્ષ 2020-21 માટે ફરી એકવાર રૂ.11 લાખની પુરસ્કૃત રાશિ ધરાવતા પંડિત દિનદયાળ પુરસ્કાર જેઠીપુરા ગામને મળ્યો છે. જેનો શ્રેય તલાટી અને પંચાયતના સદસ્યોને આપવાનુ ચૂક્યા ન હતા.

જેઠીપુરા ગામની વિશેષતાઓ

  • ગામમાં 24 કલાક પાણીની સુવિધા
  • પાણીના મીટર લગાવવાની કામગીરી ચાલુ
  • એન્ટ્રી - એક્ઝિટ ગેટ બનાવવાનુ ચાલુ
  • ફળીયે ફળીયે વૃક્ષારોપણ કરી ગામને પણ હરિયાળુ બનાવવું
  • ચાર દાયકાથી ચૂંટણી જ થતી નથી
  • પર્યાવરણ જતન માટે કમિટી બનાવી
  • ગામમાં રિસર્ચ સેન્ટર છે જ્યાં જુદા જુદા વિષયો પર સંશોધન કરવા વિવિધ ભાષાઓમાં પુસ્તકો ઉપલબ્ધ
  • ડ્રીપ ઇરીગેશન થકી બાગાયત ખેતી
  • 100 ટકા નળ કનેક્શન, સ્ટ્રીટલાઇટ
  • સીસીટીવી કેમેરા, વાઇફાઇ સુવિધા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો