કાર્યવાહી:હિંમતનગર અને તલોદના 2 આરોપી પાસા હેઠળ જેલમાં

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક બુટલેગર અને એક માથાભારે શખ્સ

હિંમતનગર અને તલોદ તાલુકાના બે શખ્સોને અસામાજીક પ્રવૃત્તિ અંતર્ગત સા.કાં. એલસીબીએ દરખાસ્ત કરતાં કલેક્ટરે બંનેને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. એલસીબી પીઆઇ એમડી ચંપાવતે વિગત આપતાં જણાવ્યું કે તલોદ તાલુકાના સવાપુર ગામના અસામાજીક પ્રવૃત્તિ કરતાં બુટલેગર અજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને હિંમતનગર તાલુકાના બેરણાના બલવંતસિંહ બાલુસિંહ પરમાર સમાજમાં ભય ફેલાવી મારામારી કરી ધાક ધમકી આપી અસામાજીક પ્રવૃત્તિ કરવા હોવાની વિગતો સામે આવતા બંને સામે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા કલેક્ટરે તા.30-09-21 ના રોજ હુકમ કરતા બંનેને સુરત સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...