રજૂઆત:હિંમતનગર નગરપાલિકાના એસટીપી પ્લાન્ટને અપગ્રેડ કરવા દરખાસ્ત કરાશે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે સામાન્ય સભામાં શહેરના રોડ રસ્તા અંગે પણ નિર્ણય લેવાશે
  • એમ્યુઝમેન્ટ પાર્કની રીટેનીંગવોલનુ ટેન્ડર રદ કરી ડિપોઝીટ જપ્ત કરવા સહિત સ્ટ્રીટ લાઇટ એજન્સીને નાણા નહીં ચૂકવવા સામાન્ય સભામાં નિર્ણય લેવાશે

હિંમતનગર નગરપાલિકાના એસટીપી પ્લાન્ટને અપગ્રેડ કરવા અને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે રીટેનીંગ વોલની કામગીરી ચાલુ ન કરનાર એજન્સીનુ ટેન્ડર રદ કરી ડિપોઝીટ જપ્ત કરવા સહિત સ્ટ્રીટ લાઇટ એજન્સી ગાંઠતી ન હોઇ નાણા ન ચૂકવવા ઠરાવ કરી જીયુડીસીમાં દરખાસ્ત કરવામાં આવનાર છે. ગુરૂવારે યોજાનાર સામાન્ય સભામાં શહેરના રોડ રસ્તા અંગે પણ નિર્ણય લેવાનાર છે. હિંમતનગર નગરપાલિકા સંચાલિત વર્તમાન એસ.ટી.પી. એએસપી ટાઇપનો હોવાથી નવી ટેકનોલોજીમાં અપગ્રેડ કરવા તજવીજ હાથ ધરાઇ છે અને આ અંગે જીયુડીસીમાં દરખાસ્ત કરવામાં આવનાર છે.

તદ્દઉપરાંત હિંમતનગર જાહેર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સ અને એલઇડી લગાવનાર એજન્સી ઇઇએસએલ પાલિકા દ્વારા અનેક વાર ઋતુચક્ર પ્રમાણે લાઇટો ચાલુ બંધ થવાના સમયમાં ફેરફાર કરવા જાણ કરવા છતાં એજન્સી સાંભળતી નથી અને કેન્દ્ર સરકારે નીમેલ એજન્સીને રાજ્ય સરકાર દ્વારા નાણા પંચની પાલિકાની ગ્રાન્ટમાંથી બારોબાર નાણા કાપી લઇ એજન્સીને પેમેન્ટ કરી દેવાતુ હોવાથી કોઇ પણ પ્રકારની ગ્રાન્ટમાંથી નાણા કાપી એજન્સીને નાણા ન ચૂકવવા અને કાર્યવાહી કરવા તા.21/10/21 ના રોજ યોજાનાર સામાન્ય સભામાં ઠરાવ કરી નિર્ણય લેવાનાર છે.

તદ્દપરાંત 14 મા નાણા પંચની બચત ગ્રાન્ટ અંતર્ગત એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે રીટેનીંગ વોલ બનાવવા ટેન્ડરીંગ કરી મહેસાણાની એબીએન એજન્સીનુ ટેન્ડર મંજૂર કરાયુ હતું પરંતુ ઘણા લાંબા સમયથી એજન્સીએ કામગીરી ચાલુ ન કરતા એજન્સીની તમામ ડિપોઝીટ જપ્ત કરવા અને રીટેન્ડર કરવા નિર્ણય લેવાનાર છે.

પાછલા વર્ષોમાં રોડ રીસરફેસીંગ માટે વિવિધ હેડે આવેલ ગ્રાન્ટમાંથી બચેલ રકમ રૂ.44 લાખ શહેરના 5 સીમેન્ટ કોંક્રીટ રોડમાં વાપરવામાં આવનાર છે. શહેરના તમામ 9 વોર્ડમાં તમામ પ્રકારના રોડ રસ્તાની મહામત માટેના ખર્ચની સામાન્ય સભામાં જોગવાઇ કરવા સહિત એમ્યુઝમેન્ટ પાર્કમાં સમર હાઉસમાં બિન બરસાત કોન્સેપ્ટ જર્જરીત થઇ જતા ફૂવારા તથા કૂંડ નવેસરથી બનાવવા નિર્ણય લેવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...