કોરોના વૈશ્વિક મહામારી:1 દિવસમાં 56 કેસ નોંધાતાં 107 દિવસ લાગ્યા હતા, આ વર્ષે માત્ર 19 દિવસ લાગ્યા

હિંમતનગર, મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં 214 કેસ સા.કાં.માં 56, અરવલ્લીમાં 5, મહેસાણામાં 108, બ.કાં.માં 21 અને પાટણમાં 24 કેસ
  • હોટ સ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 18, ઇડરમાં 13, ખેડબ્રહ્મામાં 5, પ્રાંતિજમાં 4, વડાલી અને તલોદમાં 2-2 તથા વિજયનગરમાં 1 કેસ

સાબરકાંઠામાં પ્રતિદિન કોરોના નવા શિખર સર કરી રહ્યો છે મંગળવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા મુજબ 56 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જે જિલ્લામાં ત્રીજી લહેરમાં પ્રથમવાર નોંધાયા છે. જેમાં હોટ સ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 18, ઇડરમાં 13, ખેડબ્રહ્મામાં 05, પ્રાંતિજમાં 4, વડાલી અને તલોદમાં 2-2તથા વિજયનગરમં 1 કેસ નોંધાયો હતો. હિંમતનગરમાં વધુ 4 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા જેમાં એક 6 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

કોરોનાના વર્ષ 2021ના વેવમાં પીક આવતાં સાડા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો અને એક દિવસમાં 56 કેસ નોંધાતાં 107 દિવસ લાગ્યા હતા જ્યારે ચાલુ વર્ષે 19 માં દિવસે જ 56 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ વખતનો વાયરસ જે રીતે સંક્રમણ ફેલાવી રહ્યો છે તે જોતાં પીક પણ વહેલુ આવી જશે અને એટલુ જ ઝડપથી કેસ ઓછા થવા માંડશે તેવુ તબીબ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.

અરવલ્લીમાં 10 દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 94 પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા શરૂઆતમાં 800 લોકોના સેમ્પલ લેવાતા હતા. જે વધારીને 1900 સુધી પહોંચ્યા છે. જિલ્લામાં મંગળવારે મોડાસા, બાયડ અને ભિલોડાના 3 યુવાનો અને બે આધેડ સહિત 5 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા.જિલ્લામાં કોરોના ની સારવાર લઈ રહેલા 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 12500 કરતાં વધુ લોકોના સેમ્પલ લેવાયા છે.

સાબરકાંઠા જિલ્લા એપેડેમિક ઓફિસર ર્ડા. મુકેશ કાપડીયાએ જણાવ્યું કે 24 કલાક દરમિયાન 1734 આરટીપીસીઆર અને 166 એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 56 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં 6 થી 16 વર્ષના 4 બાળકો છે તથા ગઢોડાના 74 વર્ષીય પુરૂષ અને પ્રાંતિજના દલપુરના 82 વર્ષીય વૃદ્ધને દાખલ કરાયા છે. બાકીના હોમ આઇસોલેશન હેઠળ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 55 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

ઉ.ગુજરાત કોરોના અપડેટ

જિલ્લોઆજના કેેસરજામોતએક્ટિવ
મહેસાણા108140361
પાટણ240076
બ.કાંઠા214093
સા.કાં.56110167
અરવલ્લી57086
કુલ214360783

​​​​​​​

સાબરકાંઠામાં બીજા દિવસે 5498 ને ત્રીજો ડોઝ
10 જાન્યુઆરીથી 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ કોમોર્બીડ નાગરિકોને વેક્સિનના ત્રીજા ડોઝનુ કવચ પુરૂ પાડવા ઝૂંબેશ કરાઇ છે. આરસીએચઓ ર્ડા. જયેશ પરમારે જણાવ્યુ કે બીજા દિવસે 60 વર્ષોથી ઉપરના 5498 કોમોર્બીડ નાગરિકોને પ્રિકોશન ડોઝ અપાયો હતો સાથે સાથે 1750 વ્યક્તિને પ્રથમ અને 1115 વ્યક્તિને વેક્સિનનો બીજો ડોઝ અપાયો હતો.

સાબરકાંઠામાં તમામ વય જૂથમાં સંક્રમણ ફેલાયું​​​​​​​

વયકેસ
6 થી 164
18 થી 3014
31 થી 4010
41 થી 509
51 થી 6011
61 થી 706
71 થી 852
કુલ56

​​​​​​​

સાબરકાંઠામાં બીજા દિવસે 5498 ને ત્રીજો ડોઝ
10 જાન્યુઆરીથી 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ કોમોર્બીડ નાગરિકોને વેક્સિનના ત્રીજા ડોઝનુ કવચ પુરૂ પાડવા ઝૂંબેશ કરાઇ છે. આરસીએચઓ ર્ડા. જયેશ પરમારે જણાવ્યુ કે બીજા દિવસે 60 વર્ષોથી ઉપરના 5498 કોમોર્બીડ નાગરિકોને પ્રિકોશન ડોઝ અપાયો હતો સાથે સાથે 1750 વ્યક્તિને પ્રથમ અને 1115 વ્યક્તિને વેક્સિનનો બીજો ડોઝ અપાયો હતો.

ઉ.ગુ.માં મહેસાણા જિલ્લામાં વધુ 108 કેસ, બનાસકાંઠામાં 21, પાટણમાં 24 કેસ મહેસાણા: જિલ્લામાં મંગળવારે 57 શહેરી અને 51 ગ્રામ્ય વિસ્તારના મળી કુલ 108 કેસ નોંધાયા હતા. સંક્રમિતોની તાલુકાવાર સ્થિતિ જોઇએ તો, મહેસાણાના 57, કડીના 22, બહુચરાજીના 12, વિજાપુરના 8, ઊંઝાના 3, ખેરાલુ-સતલાસણાના 2-2 તેમજ વિસનગર-જોટાણાના 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે સ્વસ્થ થયેલા 14 દર્દીઓ ડિસ્ચાર્જ કરાતાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 361એ પહોંચી છે. વધતા કેસ સાથે આરોગ્ય વિભાગે મંગળવારે લીધેલા 3030 શંકાસ્પદ સેમ્પલ સાથે 3288 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો છે.

પાટણ: પાટણ જિલ્લામાં 24 કેસ નોંધાયા હતા.પાટણ તાલુકામાં 12 કેસ નોંધાયા હતા.સિદ્ધપુર શહેરમાં 4, ગ્રામીણ વિસ્તારમાં 2 મળી તાલુકામાં 6 કેસ , ચાણસ્મા ગ્રામ્ય વિસ્તારમાં 4 અને શંખેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ મળી નવા 24 કેસ નોંધાયા હતા. પાલનપુર

પાલનપુર :બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર પ્રસરી રહી છે. જ્યાં મંગળવારે વધુ 21 પોઝિટિવ કેસો નોંધાયા હતા.
પહેલી લહેરમાં એક વર્ષના 2.16 લાખ બીજી લહેરના એક વર્ષમાં 80 હજાર ત્રીજી લહેરના માત્ર 11 દિવસમાં 35000 સેમ્પલ લેવાયા છે. મંગળવારે આરટીપીસીઆર સેમ્પલ 2799, એન્ટીજન સેમ્પલ 1106 મળી કુલ 3905 સેમ્પલ લેવાયા હતા. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...