તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરના વકતાપુરમાં મંગળવાર સવારે ગુહાઈ કેનાલમાં છોડવામાં આવેલ પાણી એન્જિનના માધ્યમથી લેવાના મામલે સિંચાઇ વિભાગે ખેડૂત અને પિયત મંડળીના ઉપપ્રમુખનું મશીન અને પાઇપો ફેંકી દઇ ધમકીઓ આપતાં ખેડૂતે ડીઝલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. દોડી આવેલા લોકોએ ડિઝલનો કેરબો પડાવી લેતા કમનસીબ ઘટના બની ન હતી. શિયાળુ વાવેતર માટે પિયત માટે પાણીની જરૂર હોઇ ગુહાઈ કેનાલમાં પાણી છોડાતાં વક્તાપુરના કનુભાઈ જેઠાભાઈ પટેલ ખેતમજૂરો સાથે મંગળવારે સવારે ખેતરમાં પહોંચ્યા હતા અને કેનાલમાંથી પાણી લેવા ઍન્જિન મૂક્યુ હતું દરમિયાનમાં સિંચાઇ વિભાગના કર્મીઓ આવી પહોંચતાં પાઇપો અને મશીન ફેંકી દઇ ધમકી આપતાં રોષે ભરાયેલ કનુભાઇએ ડિઝલનો કેરબો લઈ શરીરે ડિઝલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં દોડી આવેલા લોકોએ કેરબો ઝૂંટવી લીધો હતો.
વક્તાપુરના રાજુભાઈ પટેલે જણાવ્યું કે ત્રણ દિવસથી કેનાલમાં પાણી છોડાયું છે ભાગીયા ઓછા છે કનુભાઈએ મશીન ટેસ્ટ કરવા ચાલુ કર્યું હતું તે દરમિયાન સિંચાઇ વિભાગના કર્મચારીઓએ મશીન અને પાઈપો ફેંકી દેવા સુધીની ધમકી આપતા મામલો બિચક્યો હતો. સિંચાઇ વિભાગના એન્જિનિયર જતિનભાઈએ જણાવ્યું કે કનુભાઈ જાતે પિયત મંડળીના ઉપપ્રમુખ છે દિવસ અને રાત્રી પાણી લેવા માટે અલગ-અલગ ગામો માટે વારા નક્કી કરાયા છે રાતના વારાવાળા દિવસે પાણી ખેંચે તો છેવાડાના લોકોને સમસ્યા થાય તેમ છે તમામ બાબતોથી કનુભાઈને વાકેફ કરી સમજાવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર સફાઈ ન થવાને કારણે કેનાલ ઘણી જગ્યાએ ઉભરાય છે અને ખેતરમાં પાણી ઘુસી જવાના બનાવો પણ બન્યા છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.