તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સફાળું જાગ્યું:ફાયરસેફ્ટી મુદ્દે તપાસ, હિંમતનગર સિવિલમાં જરૂરી વસ્તુઓ કાર્યરત નથી, ખાનગી હોસ્પિટલમાં અનેક અનિયમિતતાઓ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓના મોત થતાં તંત્ર સફાળું જાગ્યું

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગ લાગતાં આઠ વ્યક્તિ ભડથુ થઈ ગયાની ઘટના બહાર આવ્યા બાદ સ્થાનિક તંત્રની પણ ઊંઘ ઊડી હોય તેમ હોસ્પિટલમાં ફાયરસેફ્ટી મુદ્દે તપાસના આદેશ કરાયા બાદ હિંમતનગર સિવિલ અને કોરોનાની સારવાર કરતી બે ખાનગી હોસ્પિટલોનું ઇન્સ્પેક્શન કરવા દરમિયાન સિવિલમાં તમામ ઉપકરણો લગાવાયા છે. પરંતુ સ્પીંકલર, હોઝરીલ, એલાર્મ સિસ્ટમ જેવા ઉપકરણો કાર્યરત ન હોવાનું અને ખાનગી હોસ્પિટલમાં અનેક અનિયમિતતાઓ હોવાનું બહાર આવ્યું છે.

તપાસ કર્યા વગર જ મંજૂરી અપી દેવાઈ
હિંમતનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને સિવિલ, કોવિડ-19 મેડિસ્ટાર હોસ્પિટલ તથા સંજીવની હોસ્પિટલનું ફાયરસેફ્ટી ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. 31 જેટલા મુદ્દાઓ પૈકી સિવિલમાં ફાયર હોઝરીલ, હાઇડ્રન્ટ સીસ્ટમ, એલાર્મ સિસ્ટમ, ડીઝલ જનરેટર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, એક્ઝીટના સાઇડ બોર્ડ કાર્યરત ન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે કોવિડ - 19 મેડીસ્ટાર હોસ્પિટલમાં પણ હોઝરીલ એલાર્મ સિસ્ટમ કાર્યરત નથી જ્યારે હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્પીંકલર સિસ્ટમ, ફાયર ફાયટર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સાઇન બોર્ડ, ફાયર સ્ટાફ સ્થળાંતરની વ્યવસ્થા, ઉપલબ્ધ નથી.

સંજીવની હોસ્પિટલમાં એન્ટ્રીગેટ જરૂરિયાત મુજબ નથી તથા ફાયર ફાયટર માટે ખુલ્લી જગ્યાનો અભાવ છે. હોઝરીલ, હાઇડ્રન્ટ સીસ્ટમ, સ્પીંકલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ, ફાયર ફાયટર પંપ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, પાણીનો સંપ, ટેરેસ ટાંકી, સાઇન બોર્ડ, ફાયર સ્ટાફ ઉપલબ્ધ નથી. આ ત્રણેય હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરાઈ રહી છે અને તંત્ર દ્વારા ફાયરસેફ્ટીના ધોરણનો અમલ થયો છે કે નહીં તેની તપાસ કર્યા વગર જ મંજૂરી અપી દેવાઈ છે.

ઇન્સ્પેક્શન બાદ આ ભલામણ કરાઈ
ફાયર વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરાયા બાદ સિવિલમાં ફાયર ફાયટરની લાઇનું લીકેજ તાત્કાલિક બંધ કરાવવા, કોવિડ - 19 મેડિસ્ટાર હોસ્પિટલમાં હાઇડ્રન્ટ સિસ્ટમ લગાવવા અને સંજીવની હોસ્પિટલમાં જગ્યાનો અભાવ તથા ફાયર સિસ્ટમ તાત્કાલિક ધોરણે લગાવવા રિપોર્ટ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...