આવેદન:નવી પેન્શન યોજના બંધ કરી જૂની શરૂ કરી દેવા રજૂઆત

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર તાલુકા શિક્ષક સંઘ દ્વારા આવેદન

હિંમતનગર તાલુકા શિક્ષક સંઘ દ્વારા તા.01-04-05 પછી પણ નોકરીમાં જોડાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે હેતુસર નવી પેન્શન યોજના બંધ કરવાની માંગ સાથે હિંમતનગર ધારાસભ્યને શનિવારે આવેદન આપ્યું હતું.

હિંમતનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિનયકુમાર પટેલ, મંત્રી કેતનભાઈ પટેલ વગેરે શિક્ષક પ્રતિનિધિઓએ હિંમતનગર ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે તા.01-04-05થી નવી પેન્શન નીતિ અમલમાં આવી છે. જેમાં તા.01-04-05 પહેલા નોકરીમાં જોડાયેલા શિક્ષકો જૂની પેન્શન નીતીનો લાભ લેવા હકદાર છે.

અન્ય સમાચારો પણ છે...