તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:યુવા વિકલાંગ સંગઠને 9 માંગો સંતોષવા સમાજ સુરક્ષા અધિકારીને રજૂઆત કરી

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોજગારી,પેન્શન, જોબકાર્ડ આપવા સહિતની બાબતે આવેદન આપ્યું

સાબરકાંઠા યુવા વિકલાંગ સંગઠન દ્વારા વિશ્વ વિકલાંગ દિને સર્વે દિવ્યાંગ સમુદાય સ્વમાનભેર જીવી શકે તે માટે 9 જેટલી માંગો સંતોષવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આવેદન આપ્યું હતું.

સા.કાં. યુવા વિકલાંગ સંગઠન દ્વારા તા.07/12/20 ના રોજ નવ જેટલી માંગણીઓ સંતોષવા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં કોરોનાની મહામારીમાં જરૂરિયાત મંદ અંધ / અપંગ તેમજ બહુ વિકલાંગ દિવ્યાંગોને કરીયાણા કીટનું વિતરણ કરવાે, 40 ટકાથી ઉપર વિકલાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને ઓછામાં ઓછુ 2 હજાર પેન્શન આપવા, રોજગાર અર્થે દરેક જિલ્લામાં ખાનગી કે સરકારી વિભાગોમાં ભરતી કરવા, પ્રત્યેક જિલ્લામાં દિવ્યાંગો માટે વિશેષ કોર્ટની રચના કરવા, જ્યાં છ માસથી એક વર્ષની અંદર કેસ પુરા કરવા તથા પરણિત પુખ્તવયના દિવ્યાંગ વ્યક્તિને મફત પ્લોટ ફાળવી મકાન સહાય મંજૂર કરવા, તમામ જિલ્લામાં દિવ્યાંગો માટે રોજગાર તાલીમ કેન્દ્ર તેમજ રોજગાર કેન્દ્રની સુવિધા ઉભી કરવા, મહાત્મા રાષ્ટ્રીય ગ્રામિણ બાંહેધરી યોજના 2005 અંતર્ગત 100 દિવસની રોજગારીમાં 40 ટકાથી ઉપરના તમામ દિવ્યાંગોને જોબકાર્ડ કાઢી આપી રોજગારી પુરી પાડવા, પંચાયત / નગરપાલિકા / વિધાનસભા તેમજ સંસદીયક્ષેત્રમાં દિવ્યાંગોની અનામત સીટ સુનિશ્ચિત કરવા અને વિકલાંગ ધારો - 2016 ની કલમ 72 પ્રમાણે દરેક જિલ્લામાં દિવ્યાંગોને લગતી સમિતિની રચના કરવામાં આવે જેમાં 5 દિવ્યાંગોને સભ્ય બનાવવાની રજૂઆત સા.કાં. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને સંગઠન પ્રમુખ અતુલ પરમાર, જગદિશ પટેલ, મનોજ જોષી, લેઉવા યશવંત, સપનાબેન અનુસિંહ વગેરેએ ઉપસ્થિત રહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો