રસ્તાની મરામત:મેટલીંગ, કારપેટ વગેરે કર્યા વિના ડામર પાથરતાં ફરીથી મરામત કરવા સૂચના

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં ગેરંટીમાં આવતા રોડની મરામતમાં પણ કરામત

હિંમતનગર પાલિકા વિસ્તારમાં 14 મા નાણપંચની ગ્રાન્ટ અંતર્ગત વર્ષ 2017-18 હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાં 86 જેટલા નવા રોડ અને રીસરફેસીંગની કામગીરી કરનાર એજન્સીએ ગેરંટી પિરિયડમાં આવતા રોડ કરવા વિતેલા વર્ષ દરમિયાન ચાર - ચાર નોટિસો આપ્યા બાદ એજન્સીએ થીંગડા મારી કરામત કરતા પાલિકા સત્તાધીશોએ ફરીથી કામગીરી કરવા સૂચના આપી છે.

હિંમતનગર શહેરમાં વર્ષ 2017-18 હેઠળ ટેન્ડર બહાર પાડી વિવિધ વોર્ડના નવા રોડ અને રીસરફેસીંગનું કામ જે.જે. પટેલ નામની કંપનીને અપાયુ હતું અને 86 રોડ માટે તા.12-07-19 ના રોજ રૂ.2.20 કરોડ અને ત્યારબાદ રૂ.67,40,364 મળી કુલ રૂ.2.87 લાખનું ચૂકવણું થયુ હતું. એકાદ વર્ષમાં જ મોટાભાગના રોડની સરફેસ નીકળી જવી, ખાડા પડી જવા, કપચી નીકળી જવી જેવી ખામીઓ બહાર આવતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ખડા થયા હતા પાલિકા વિરોધપક્ષ કોંગ્રેસના નેતા ઇમરાન અલજીવાલાએ જણાવ્યુ કે ટેન્ડરની શરતો મુજબ તમામ રોડ રસ્તાની મરામત ડીફેક્ટ લાયેબીલીટીમાં આવે છે.

તેની મરામત કરવાની જવાબદારી જે.જે. પટેલ એજન્સીની થાય છે તેમ છતાં મહેસાણાની જય કોર્પોરેશન પાસે પાંચ ગાડી માલ મંગાવી રોડ રીસરફેસ કરાયા હતા તેના પૈસા પરપાલિકા ચૂકવશે કે જે જે પટેલ એજન્ સીની ડીપોઝિ ટમાંથી વસૂલ કરાશે તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી. તદ્દ રાંત તાજે રમાં ડીફેક્ટ લાયેબ ીલીટી - ગેરંટી પીરી ડમાં આવતા આંબા વાડી બ્રિજ નજી કના રોડ સહિ તના ખબરા થઇ ગયેલ રોડ રસ્તાનુ કટીંગ કરીને મેટલીંગ કરી કારપેટ કર્યા વગર ડામર પાથરી એજન સીએ કરામત કરી છે પાલિ કાના એન્જ નીયર સુપરવ ઇઝરની બે જવાબ દારી બહાર આવી છે. સમગ્ર મામલે બાંઘકામ ચેરમેન કીરીટ ભાઇએ જણાવ્યુ કે સ્થળ તપાસ કરી છે અને એજન્સીને નવેસરથી મરામત કામગીરી કરવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...