તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિક્ષણ નિયામકે તાજેતરમાં પરિપત્ર કરી 9 ફેબ્રુઆરીથી સવારની શાળાઓ બંધ કરી પૂર્ણ કાલીન શાળાઓ શરૂ કરવા અને મુખ્ય શિક્ષક સહિત તમામ શિક્ષકોએ સાંજે 5 વાગ્યા સુધી હાજર રહેવા સુચના આપી છે જેમાં બાળકોને અભ્યાસ માટે શાળામાં બોલાવવા સ્પષ્ટપણે ના પાડવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ માં સતત ઘટાડો થતાં સપ્તાહના અંતે શિક્ષણ નિયામકે પરિપત્ર કરી 9 ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળાઓનો સવારનો સમય બંધ કરી પૂર્ણકાલીન શાળાઓ શરૂ કરવા તથા તમામ પ્રાથમિક શિક્ષકો અને આચાર્યોને રોટેશન પદ્ધતિ બંધ કરી શાળામાં પૂર્ણ દિવસ 100 ટકા હાજરી સાથે હાજર રહેવા તાકીદ કરી છે.
શિક્ષકોની હાજરી સો ટકા ફરજિયાત બનાવાઇ છે સાથે સાથે સૂચના આપી છે કે બાળકોને અભ્યાસ અર્થે શાળામાં બોલાવવાના નથી અને શિક્ષકોએ દિવસ દરમ્યાન શાળામાં હાજર રહી સ્કૂલ એક્રીડીએશન, શેરી શિક્ષણનું મૂલ્યાંકન ,એકમ કસોટી ચકાસણી કરી ડેટા એન્ટ્રી કરવાની રહેશે શિક્ષણ નિયામકના પરિપત્રને પગલે દસેક મહિનાથી રાહત અનુભવી રહેલ શિક્ષક વર્તુળોમાં અજંપો પેદા થયો છે. પ્રથમ વાળ બાળકો વગર પૂર્ણ કાલીન શાળાઓ શરૂ થનાર છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.