રજૂઆત:હિંમતનગરના 10 સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી લગાવો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોભાયાત્રા પર હુમલા બાદ ગૃહમંત્રી સમક્ષ પાલિકાની માંગ

હિંમતનગર શહેરમાં ગત રવિવારે શોભાયાત્રા પર હુમલા બાદ સર્જાયેલ સ્થિતિને પગલે દોડી આવેલ ગૃહમંત્રી સમક્ષ પાલિકા તંત્ર દ્વારા 10 જેટલા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમરા લગાવી નેત્રમને સક્રિય બનાવવા રજૂઆત કરાઇ હતી અને ગૃહમંત્રીએ હૈયાધારણ આપી હોવાનું પણ જણાવાઇ રહ્યુ છે.

હિંમતનગર શહેરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર બબ્બે વાર હુમલા બાદ વણઝારાવાસ સહિતના વિસ્તારોમાં અસામાજીક તત્વોએ આતંકનો માહોલ ઉભો કર્યા બાદ પોલીસે ચાર જેટલી એફઆઇઆર કરી 1004 શખ્સોને આરોપી બનાવ્યા છે પરંતુ હજુ સુધી 51 શખ્સોની અટકાયત થઇ શકી છે. ત્યારે પરીસ્થિતિથી માહીતગાર થવા હિંમતનગર દોડી આવેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ચાવડા, ગજેન્દ્રસિંહ પરમાર, કાઉન્સિલરો સાથે બેઠક કરી હતી.

જેમાં હિંમતનગર શહેરના મહાવીરનગર અંડરબ્રિજ, છાપરીયા ચોક, હાજીપુરાથી યુજીવીસીએલ કચેરી અને આંબાવાડી તરફ જતો માર્ગ, પોલોગ્રાઉન્ડ, હસનનગર - વણઝારા વાસ સહિતના 10સંવેદન શીલ વિસ્તારોમાં સીસીટીવી લગાવી નેત્રમને સક્રિય બનાવવા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...