તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર ઇન્સ્પેકશન:હિંમતનગરની 5 હોસ્પિટલોનું ઇન્સ્પેકશન કરાયું, વ્યવસ્થા ઉપલબ્ધ પણ NOC નથી

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલ , સંજીવની હોસ્પિટલ, હોપ હોસ્પિટલ, અભિગમ હોસ્પિટલ અને મેડિસ્ટાર હોસ્પિટલમાં ફાયર સેફટી ઇન્સ્પેકશન કર્યું

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ જીવતા ભડથું થઈ ગયા બાદ અપેક્ષા મુજબ જ તંત્ર દ્વારા ફાયર ઇન્સ્પેકશનની કામગીરી હાથ ધરી ફરી એકવાર લીપાપોતી કરવામાં આવી છે. ત્રણ વિભાગોએ હિંમતનગર શહેરની 5 હોસ્પિટલોમાં ઇન્સ્પેકશન કરી અહેવાલ રજૂ કર્યો છે. જેમાં ફાયર એનઓસી ન હોવાથી વિશેષ કંઈ નથી.

અપેક્ષા મુજબ જ શનિવારે આરોગ્ય વિભાગ ફાયર બ્રિગેડ અને યુજીવીસીએલના અધિકારી દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, હોપ હોસ્પિટલ, અભિગમ હોસ્પિટલ અને મેડિસ્ટાર હોસ્પિટલમાં ફાયર સેફટી ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પીટલ માં બધું જ સંતોષકારક છે જ્યારે અન્ય હોસ્પિટલોએ અગાઉ મળેલ નોટિસો બાદ જરૂરી સુવિધાઓની પૂરતી કરી એનઓસી માટે પ્રપોઝલ મોકલી આપી છે.

પરંતુ ઘણો સમય થવા છતાં એનઓસી મળ્યા નથી કે રિન્યુઅલ થયા નથી.તંત્રએ આ બધું જાણવા છતાં ફરી એકવાર ઇન્સપેક્શનની એક્સરસાઇઝ કરી સરકારની સૂચનાની આપૂરતી કરી છે

અન્ય સમાચારો પણ છે...