પશુ આરોગ્ય સેવા:પ્રાંતિજના મોયદમાં ઇજાગ્રસ્ત બળદના શિંગડાનું ઓપરેશન કરી બચાવી લેવાયો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજના મોયદ ગામમાં ઇજાગ્રસ્ત બળદના શિંગડાનુ કરૂણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા ઓપરેશન કરી બળદને પીડા મુક્ત કરી બચાવી લેવાયો હતો. સા.કાં. જિલ્લામાં નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામકની કચેરી કાર્યરત છે અને તેમના માર્ગદર્શન હેઠળ પશુ દવાખાના શાખા, ફરતા પશુ દવાખાના, 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો કાર્યરત છે અને આ સંસ્થાઓ પૈકી પશુ ચિકિત્સા અધિકારી મારફતે પશુ ચિકિત્સા અને પશુ આરોગ્ય સેવાઓ આપાય છે.

પ્રાંતિજના મોયદ ગામમાં એક બળદના શિંગડા ઉપર ગંભીર ઇજાઓ થઇ હોવાથી પીડી અનુભવી રહ્યો હતો જેથી જીવદયા પ્રેમી દ્વારા 1962 એમ્બ્યુલન્સને કોલ કરતા ફરજ પરના પશુ ચિકિત્સક ડૉ. માર્ગી પટેલ અને ડૉ. સ્વીટી પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં બળદના શિંગડાનું ઓપરેશન કરવાનુ જણાતા ઘટના સ્થળે જ બળદના શિંગડાનું ઓપરેશન કરાયુ હતું અને બળદને બચાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...