લડતના મંડાણ:તલાટીઓની પાણીપત્રક-વાવેતરના દાખલા કાઢી આપવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેક્ટરને જાણ

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં.ની પંચાયતોમાં મહેસૂલી કામગીરી ઠપ થવાના અણસાર
  • પડતર માગણીઓ મુદ્દે ખેડૂતો 27 દિવસથી લડત ચલાવી રહ્યા છે

પડતર માંગણીઓના નિરાકરણ માટે 27 દિવસથી લડત ચલાવી રહેલ તલાટીઓ 1 લી ઓક્ટોબરથી તમામ મહેસૂલી કામગીરીથી અળગા થયા બાદ પાણીપત્રક અને વાવેતરના દાખલા માટે ખેડૂતોને કોઇ સમસ્યા ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સોમવારે કલેક્ટરને લેખિતમાં જાણ કરી હતી. 7 મી સપ્ટેમ્બરે તલાટીઓએ પડતર માંગણીઓ પૂરી કરાવવા તબક્કાવાર વિરોધ કાર્યક્રમો શરૂ કર્યા છે. તાજેતરમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા સરકારે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે.

જેમાં ખેડૂતોને પાણીપત્રક અને વાવેતરના દાખલાની જરૂરિયાત રહે છે. તલાટીઓએ 1 લી ઓક્ટોબરથી મહેસુલી કામગીરી નો બહિષ્કાર કર્યો છે. જેને કારણે પંચાયતોમાં મોટા ભાગની કામગીરી ઠપ થઇ ગઇ છે અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતાં ખેડૂતો માટે સમસ્યાના મંડાણ થયા છે. જેને પગલે સા.કાં. જિલ્લા તલાટી મંડળના પ્રમુખ હર્ષવર્ધન સિંહ કૂંપાવત, મહામંત્રી ચિરાગભાઇ બારોટ વગેરેએ તા.04-10-21 ના રોજ કલેક્ટરને 1 લી ઓક્ટોબરથી મહેસુલી કામગીરીનો બહિષ્કાર કર્યાની યાદ અપાવવા સહિત ખેડૂતોને પાણી પત્રક અને વાવેતરના દાખલા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા લેખિતમાં જાણ કરી હતી.

મહેસૂલી તલાટીઓ આ કામગીરી નહીં કરે

  • વારસાઇ, પેઢીનામું, પંચનામું
  • ગામનો નમૂનો નં-16 તથા પાક વાવેતર દાખલા
  • જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર
  • ચતુર્સીમાનો દાખલો
  • 15 મા નાણાપંચનુ ઓનલાઇન પેમેન્ટ
  • વીજકનેક્શન માટે દાખલો
  • આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ગંગા સ્વરૂપા સહાય જેવા ઓનલાઇન દાખલા
અન્ય સમાચારો પણ છે...