તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોટસ્પોટ:સાબરકાંઠામાં સંક્રમણ વધ્યુ, પ્રથમવાર 151 કેસ, 4ના મોત, 89 દર્દીઓ સાજા થયા

હિંમતનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોટસ્પોટ હિંમતનગરમાં 47 પુરુષ અને 29 મહિલા સહિત સૌથી વધુ 76 કેસ
 • 105 ગ્રામ્ય અને 46 શહેરી વિસ્તારના : જિલ્લામાં કુલ 848 એક્ટિવ કેસ

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર નીકળી ગયું છે શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે મંગળવારે સૌ પ્રથમ વખત જિલ્લામાં 151 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 105 ગ્રામ્ય વિસ્તારોમાં અને 46 શહેરી વિસ્તારના વ્યક્તિઓ સંક્રમિત થયા હતા સામે 89 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી અને 4 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા સાથે જિલ્લામાં શહેરી વિસ્તારમાં 247 ગ્રામ્ય વિસ્તારોમાં 848 મળી કુલ 848 એક્ટિવ કેસ ની સંખ્યા પહોંચી છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવારે નોંધાયેલા 151 પોઝિટિવ કેસ માંથી હોટ સ્પોટ હિંમતનગરમાં 47 પુરુષ અને 29 મહિલા સહિત વધુ 76, ઇડરમાં 09, પ્રાંતિજમાં 19, ખેડબ્રહ્મા 03, તલોદમાં 26, વડાલીમાં 17 અને પોશીના માં 01 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં 4 વર્ષીય બાળકી અને 75 વર્ષીય પુરુષ સહિત 91 પુરુષ 60 મહિલાઓનો સમાવેશ થાય છે.

કોરોના વેક્સિન અંગે ગેરસમજને પગલે ગામડાઓમાં કોરોના સંક્રમણ વધુ
કોરોના સંક્રમણને અટકાવવા વેક્સિન ન જ એક કારગર ઉપાય છે છતાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ વેક્સિન લીધી નથી જેથી સંક્રમણ વધુ ને વધુ ફેલાઈ રહ્યું છે. આરોગ્ય સૂત્રોના મત મુજબ વેક્સિન લેવાથી કોરોના સંક્રમણ લાગી શકે છે પરંતુ તેની અસર ઓછી થાય છે. જલ્દી રિકવર થઇ જાય છે.પરંતુ જેને વેક્સિન નથી લીધી તેણે કોરોના સામે વધુ સંઘર્ષ કરવો પડે છે અને કેટલાય લોકો મોતને ભેટયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન બાબતે જાગૃતતા અને વેક્સિનેશન પર વધુ ભાર મુકવામાં આવે તો આવનાર સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ ઓછું થઈ શકે છે.

જિલ્લામાં એક્ટિવ કેસ વિગત

તાલુકોશહેરીગ્રામ્યકુલ
હિંમતનગર162463625
ઇડર174259
ખેડબ્રહ્મા62531
પ્રાંતિજ19120139
તલોદ32156188
વડાલી111627
પોશીના01212
વિજયનગર01414
કુલ2478481095

ઉત્તર ગુજરાતમાં 808 કેસ,43 મોત
ઉત્તર ગુજરાતમાં મંગળવારે કોરોનાના 808 કેસ નોંધાયા હતા.જ્યારે 43 મોત થયા હતા.જેમાં મહેસાણામાં 476 કેસ,29 મોત,બનાસકાંડામાં 100 કેસ અને 4 મોત,પાટણ 73 કેસ અને સાબરકાંઠામાં 151 કેસ અને 4 મોત નીપજ્યાં હતા.આ ઉપરાંત અરવલ્લીમાં 8 કેસ અને 6 ના મોત થયા હતા.

બનાસકાંઠામાં 100 કેસ નોંધાયા હતા.જેમાં સૌથી વધુ ડીસા 38, પાલનપુર 19, લાખણી 15, થરાદ 07, અમીરગઢ 04, ભાભર 04, દાંતીવાડા 03, ધાનેરા 03, વાવ 02, કાંકરેજ 01, સૂઇગામ 01 અને વડગામ 01 કેસ આવ્યો હતો.4 દર્દીઓના મોત નિપજ્યા હતા. જુદાજુદા કોવિડ સેન્ટરમાંથી 222 દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવતાં તેમને રજા અપાઇ હતી.

મહેસાણા જિલ્લામાં સતત નવમા દિવસે 400થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણામાં 147 કેસ, વિસનગરમાં 106, કડીમાં 44, વિજાપુરમાં 39, જોટાણામાં 31, વડનગરમાં 30, સતલાસણામાં 28, ઊંઝામાં 24, બહુચરાજીમાં 20 અને ખેરાલુમાં 7 કેસ મળી 476 કેસ નોંધાયા હતા. 462 દર્દી સાજા થયા હતા.આ સાથે અેક્ટીવ કેસની સંખ્યા 5044એ પહોંચી છે.

પાટણ જિલ્લામાં 73 જ નવા કેસ નોંધાયા હતા. જેમાં પાટણમાં 24,રાધનપુરમાં 14,સાંતલપુરમાં 9,સિદ્ધપુરમાં 8, ચાણસ્મામાં 9,સરસ્વતીમાં 4,હારીજમાં 2,સમીમાં 2,શંખેશ્વર 1 કેસ મળી નવા જિલ્લામાં કુલ 73 કેસ નોંધાતા કેસ આંક 8844 થયો છે.સામે 170 દર્દીઓ એક સાથે સ્વસ્થ થયા હતા. એક્ટિવ કેસ થોડા ઘડીને 1691 થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો