હિંમતનગર શહેરમાં ત્રણ વિસ્તારોમાં શાકભાજીના ભાવની સરખામણી કરતાં ત્રણેય વિસ્તારમાં ભાવની અસમાનતા જોવા મળી છે. નોંધનીય છે કે શાકભાજીનું છૂટક વેચાણ કરતા તમામ વેપારીઓ એક જથ્થાબંધ માર્કેટમાંથી શાકભાજીની ખરીદી કરે છે. શહેરના મુખ્ય શાકમાર્કેટમાં સૌથી ઊંચા ભાવ જોવા મળ્યા હતા. શહેરીજનોએ ચોકસાઈ રાખવાનું મુદ્દો છે.
હાલમાં મોંઘવારી તમામ ચીજવસ્તુઓમાં દઝાડી રહી છે. છેલ્લા આઠેક માસથી શાકભાજીના ભાવ આસમાને રહ્યા છે શિયાળામાં પણ અગમ્ય કારણોસર સરેરાશ ભાવ ઊંચા રહ્યા હતા. શહેરના મુખ્ય શાકમાર્કેટ, ઓવરબ્રિજ નીચેનું શાક માર્કેટ અને મહેતાપુરામાં શાકભાજીના ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે. શાકભાજી મહદ્દઅંશે તાજી જ વેચવી પડે છે મતલબ, તમામ વેપારીઓ સવારે જે ખરીદી કરે છે તેનું દિવસ દરમિયાન વેચાણ કરે છે.
શહેરના મુખ્ય શાકમાર્કેટ અને અન્ય માર્કેટોમાં ભાવમાં સરેરાશ 10 થી 20 ટકાનો તફાવત જોવા મળી રહ્યો છે. મુખ્ય શાકમાર્કેટમાં શહેરીજનો ઉમટતા હોવાથી ભાવ વધુ વસૂલાઇ રહ્યાનો અનુભવ થઈ રહ્યો છે બીજું લોકાલીટી પ્રમાણે પણ ભાવમાં હેરફેર થતી હોવાનું જણાઈ રહ્યું છે અન્યથા હોલસેલ માર્કેટમાંથી ખરીદી તો એક જ ભાવે થાય છે. શાકભાજીના ભાવ વધારા અંગે શહેરીજનોએ ચોકસાઈ રાખવાનું મુદ્દો છે.
શાકભાજીના ભાવની વિગત
વિગત | મુખ્યમાર્કેટ | પુલનીચે | મહેતાપુરા | ||
લીંબુ | 180-200 | 170-190 | 160-170 | ||
મરચા | 80-100 | 70-80 | 70-90 | ||
કારેલા | 75-80 | 60 50 | 60 | ||
દૂધી | 30 | 25-30 | 30 | ||
ભીંડા | 60-70 | 35-40 | 40-45 | ||
ગીલોડી | 70-80 | 60-70 | 70-90 | ||
ચોળી | 100-120 | 120-140 | 100-110 | ||
ટામેટા | 30 | 20 | 20-25 | ||
કોબીજ | 30 | 30 | 20-25 | ||
ફ્લાવર | 50 | 30-40 | 40 | ||
રીંગણ | 30 | 30 | 20-25 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.