તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:સાબરકાંઠામાં ભારત બંધને મામલે અવઢવ : કિસાન સંઘ,વેપારીઓ, માર્કેટયાર્ડનું સમર્થન મળ્યું નથી

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કૃષિબિલના વિરોધમાં દિલ્હીનો ઘેરાવ કરી રહેલા ખેડૂતો દ્વારા 8 મી ડિસેમ્બર મંગળવારે ભારત બંધનું એલાન અપાયું છે. જેમાં ભારત બંધનું એલાનને ભારતીય કિસાન સંઘ વેપારીઓ અને માર્કેટયાર્ડ દ્વારા સમર્થન ન અપાતા સાબરકાંઠા જિલ્લામાં ભારત બંધની સફળતા સામે પ્રશ્નાર્થ ખડો થઇ ગયો છે.

કેન્દ્ર સરકારે લાગુ કરેલ ત્રણ કૃષિ બિલના વિરોધમાં દિલ્હી ખાતે આંદોલન કરી રહેલ ખેડૂતોએ 8 મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે.પરંતુ જિલ્લાના એક પણ માર્કેટયાર્ડ, વેપારી એસોસીએશન કે ભારતીય કિસાન સંઘે સમર્થન આપ્યું નથી. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ બિલના વિરોધને નામે દેખાવો કરવામાં આવે તેની પૂરી શક્યતાઓ વચ્ચે બાજ નજર રાખવામાં આવી રહી છે. વેપારીઓમાં પણ બંધ બાબતે કોઈ અસમંજસ જોવા મળી નથી ઊલટાનું બંધને સમર્થન ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. હિંમતનગર માર્કેટયાર્ડના ડિરેક્ટર જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હિંમતનગર માર્કેટયાર્ડ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું નથી. હરાજી ચાલુ રહેશે.

પોલીસની બાજનજર રહેશે
સા.કાં.એસ.પી.ચૈતન્ય મંડલીકે જણાવ્યું કે 45 જેટલી ચેકપોસ્ટ આઇડેન્ટીફાય કરાઈ છે. એસઓજીની ટીમ ઇડર પોલીસની સહાયમાં રહેશે અને એલસીબી હેડક્વાર્ટરમાં રહેશે. 5 ડીવાયએસપી,10 પીઆઇ, 40 PSIને કોવીડ ગાઈડ લાઇન અને કલેકટરના જાહેરનામાનો અમલ કરાવવા નિયુક્ત કરાયા છે.

કૃષિ બિલ પરત ખેચવા કલેકટરને આવેદન
કેન્દ્રના કૃષિ કાયદા સામે ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. જેને દેશના 12 રાજ્યો 10 રાજકીય પક્ષો અને 10 ખેડૂત ટ્રેડ યુનિયુનોએ ટેકો જાહેર કર્યો છે ત્યારે સાબરકાંઠા ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સાબરકાંઠા, જિલ્લા કોંગ્રેસ સમિતિ, સીપીઆઈ સહિત જિલ્લાના વિવિધ ખેડૂત સંગઠનોએ ટેકો જાહેર કરી ખેડૂતોનું સમર્થન કર્યું છે.ખેડૂત વિરોધી 3 કાળા કાયદાઓને મંજૂરી આપતું કૃષિ બીલ પરત લેવા ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સાબરકાંઠા દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રભારી વિપુલ પટેલ જિલ્લા પ્રમુખ વિરલ પટેલ તાલુકા પ્રમુખ વિજયભાઈ નાયી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો