તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાઘપુરમાં ફટાકડા ફોડવાની કેમ ના પાડતો હતો કહી માર માર્યો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ તાલુકાના વાઘપુરમાં શનિવારે મોડી સાંજે ગામની ડેરી પાસે ગયેલા યુવકને દિવાળીના દિવસે મોડે સુધી ફટાકડા ફોડવાની ના કેમ પાડતો હતો કહી લાકડીઓ અને લોખંડના સળિયાથી માર મારતા પ્રાંતિજ પોલીસે 5 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તારીખ 21/11/20 ના રોજ સાંજે સાડા આઠેક વાગ્યાના સુમારે વીરભદ્રસિંહ ઇન્દ્રસિંહ રાઠોડ ઉ.વ. 22 ગામ ની ડેરી પાસે ગયા હતા તે દરમિયાન તેમના કુટુંબી રાજનસિંહ કુંદનસીહ રાઠોડ અજીતસિંહ પરબત સિંહ રાઠોડ રવિરાજ સિંહ કુંદનસિંહ રાઠોડ હંસરાજ સિંહ ચેતનસિંહ રાઠોડ અને મયુરસિંહ અજીતસિંહ રાઠોડ ભેગા થઈને આવ્યા હતા અને વીરભદ્ર સિંહની ફેટ પકડીને દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની કેમ ના પાડતો હતો કહી ગાળો બોલી માર મારવા લાગ્યા હતા અને લાકડીઓ, સળીયા લઈ આવી ઈજાઓ પહોંચાડતાં વીરભદ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser