વિવાદ:વડાલીના જૂનાચામુમાં ઝઘડાની અદાવતમાં પાડોશીઓ બાખડ્યા

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાલીના જૂનાચામુમાં સરોજબેન દિલીપભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે 3 ઓક્ટોબરના રોજ રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે તેમની ઘરની બાજુમાં રહેતા હંસાબેન તથા તેમના દિકરા કશ્યપ વચ્ચે ઝઘડો ચાલતો હોવાથી પતિ દિલીપભાઇ કહેવા જતા હંસાબેન તેમનો દીકરો આવી ગયો હતો અને આ એમના ઘરની મેટર છે આપડે વચ્ચે પડવુ નથી કહેતા હંસાબેનના દીકરાએ તિક્ષ્ણ હથિયાર સરોજબેનના દીકરાને પાછળના કમ્મરના ભાગે મારી દીધુ હતું તથા હંસાબેને સરોજબેનને લાકડી મારી હતી અને બંને જણાએ ગડદાપાટુનો માર માર્યો હતો.

આ ફરિયાદની સામે હંસાબેને ફરિયાદ નોંધાવી હતી કે સાડા નવેક વાગ્યાના સુમારે તે તથા તેમનો દીકરો, દીકરી અને જમાઇ જમી પરવારીને બેઠા હતા તે દરમિયાન પડોશી દિલીપભાઇ માણકાભાઇ પરમાર આવ્યા હતા અને અગાઉના ઝઘડાની અદાવત રાખી તેમની દીકરીને ગાળો બોલવા લાગતા હંસાબેન વચ્ચે પડતા તેમને પણ ગાળો બોલી તને તો આજે મારી નાખવી છે કહી ગડદાપાટુનો માર માર્યો હતો અને તેમના ઉપરાણામાં સરોજબેન, તેમનો દીકરો સતીષ અને તેમની દીકરીએ આવી જઇ ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ તા.05-10-21 ના રોજ સાડા સાતેક વાગ્યાના સુમારે દીલીપભાઇએ છૂટા પથ્થરો માર્યા હતા અને મારી નાખવાની ધમકીઓ આપતાં વડાલી પોલીસને જાણ કરતાં વડાલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...