• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • In Wadali, The Palika Vice President And Former City President Instructed To Take Action On The Issue Of Taking Advantage Of PM Housing Scheme

તપાસ:વડાલીમાં પાલિકા ઉપપ્રમુખ અને પૂર્વ શહેર પ્રમુખે પીએમ આવાસ યોજનાનો લાભ લેવા મુદ્દે કાર્યવાહી કરવા સૂચના

હિંમતનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમાનુસાર કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા કમિશ્નર કચેરીએ ચીફ ઓફિસરને સૂચના આપી

વડાલીમાં પાલિકા ઉપપ્રમુખ અને પૂર્વ ભાજપ શહેર પ્રમુખે આર્થિક રીતે સધ્ધર હોવા છતાં પીએમ આવાસ યોજનાનો ખોટો લાભ લીધો હોવાનો મામલો ઉછળ્યા બાદ તાજેતરમાં પ્રાદેશિક કમિશનર કચેરીએ ચીફ ઓફિસરને નિયમાનુસાર કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા સૂચના આપી ધોકો પછાડતાં ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે પાલિકાએ અગાઉ આપેલ નોટીસમાં પ્રથમ હપ્તો ચૂકવાયા બાદ પણ કામગીરી ચાલુ કરી ન હોવાનુ જણાવ્યુ છે જ્યારે રજૂઆતમાં સધ્ધર હોવા છતાં ખોટી રીતે યોજનાનો લાભ લીધો હોવાનો આક્ષેપ કરાયો છે.

સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે વડાલી પાલિકાના ઉપપ્રમુખ જીતુભાઇ નાથાભાઇ પટેલ અને પૂર્વ ભાજપ શહેર પ્રમુખ તથા કાઉન્સીલર નારાયણભાઇ ડાહ્યાભાઇ સગરે આર્થિક રીતે સધ્ધર હોવા છતાં ખોટા દસ્તાવેજોના માધ્યમથી પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હોવા અંગે જાગૃત નાગરીકના નામે નનામી રજૂઆત થયા બાદ ખળભળાટ મચ્યો હતો અને આક્ષેપ કરાયો હતો કે ભાજપના ઉપપ્રમુખ હોવાથી ખૂલેઆમ ભ્રષ્ટાચાર કરવા છૂટ અપાઇ છે ? દરમિયાન પાલિકા દ્વારા નોટીસો પણ અપાઇ હતી પરંતુ લાંબા સમયથી કોઇ કાર્યવાહી ન થવા દરમિયાન તા.15/11/21 ના રોજ પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા વડાલી ચીફ અોફીસરને કાયદેસર કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા લેખિત સૂચના આપતા નગરમાં ફરીથી ગરમાવો આવી ગયો છે.

પાલિકા ચીફ ઓફીસર અમિત પંડ્યાએ જણાવ્યુ કે અગાઉના સીઓએ નોટીસ આપી હશે હું નવો છુ મારે કાગળો જોવા પડશે. આવાસ મંજૂરી અને તેને સંલગ્ન દસ્તાવેજોની ચકાસણી વગેરે ઉચ્ચકક્ષાએથી થાય છે.

અન્ય સમાચારો પણ છે...