જીવદયા:હિંમતનગરના વિરપુરમાં વાછરડાના ગળામાં ફસાયેલી દોરી કાઢી ઇડરની પાંજરાપોળમાં સારવાર અર્થે મોકલાયું

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળામાં દોરી ફસાતાં લોહી નીકળતાં કપાવાથી કીડા પડી ગયા હતા

હિંમતનગરના વિરપુર ગામમાં વાછરડાના ગળામાં દોરી વધુ સાંકળી થઇ જતાં અને ગળામાં ફસાઇ જતા લોહી નીકળતુ હતુ અને ગળુ કપાવાથી તેમાં કીડા પણ પડી ગયા હોવાથી એએચપી અને રાષ્ટ્રીય બજરંગ દળ ગૌ સેવા હેલ્પલાઇન હિંમતનગરની ટીમે માહિતી મળતાં જ વાછરડાને પકડી દોરી કાઢી સારવાર અર્થે ઇડર પાંજરાપોળમાં મોકલી આપ્યુ હતું.

હિંમતનગર-ઈડર રોડ પર વિરપુર ગામના ચંદનસિંહ દ્વારા દિપકસિંહ રાઠોડને કોલ આવ્યો હતો કે બસ સ્ટેશન પાસે એક વાછરડાને ગળાના ભાગે ખૂબ કીડા પડી ગયા છે અને સતત લોહી પણ વહી રહ્યું છે અને ગામ લોકોએ આજ દિન સુધી તેને પકડવા ખૂબ મહેનત કરી છે. પરંતુ પકડવા દેતું નથી. જેથી રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, જગતસિંહ પરમાર, પ્રવિણસિંહ રાજપૂત, અનિલભાઈ વણઝારા, સન્નીસિંહ રાજપૂત અને વિરપુર ગામના યુવાનો સાથે મળીને ત્રણ કલાકની ખૂબજ મહેનતના અંતે વાછરડું પકડીને ગળામાં ફસાયેલી દોરી કાપતાં ખૂબ જ કીડા પડી ગયેલ જોવા મળ્યા હતા અને ગળા નો અડધો ભાગ કપાયેલ હોવાથી તાત્કાલિક વધુ સારવાર માટે ઈડર પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...