તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરના વાસણા ગામમાં દૂધ ભરાવવા ગયેલ વ્યક્તિને શખ્સે જૂની અદાવતમાં તકરાર કરી ઉશ્કેરાઇ જઇ ડાબા હાથના કોણીથી ઉપરના ભાગે છરી મારતા ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરૂવારે સાંજે છ એક વાગ્યાના સુમારે વાસણા ગામની દૂધ સહકારી મંડળીમાં રણજીતસિંહ બાલુસિંહ ચૌહાણ દૂધ ભરાવવા ગયા હતા. તે દરમિયાન ગામનો જીતેન્દ્રસિંહ દિપસિંહ ચૌહાણ તેમની પાસે આવ્યો હતો અને કહ્યુ હતુ કે બે મહિના અગાઉ તારા ભત્રીજા પ્રવિણસિંહ સાથે તકરાર થઇ હતી તે વખતે તુ કેમ જામીન થયો હતો અને અપશબ્દો બોલવા લાગતા અપશબ્દો બોલવાની ના પાડતા જીતેન્દ્રસિંહે ઉશ્કેરાઇ જઇ સાથે લઇને આવેલ છરી રણજીતસિંહના ડાબા હાથના કોણીથી ઉપરના ભાગે મારી દીધી હતી જેથી બૂમાબૂમ થતા ડેરીના કર્મચારી બાદરસિંહ અમરસિંહ ચૌહાણ તથા રાજેન્દ્રસિંહ ચૌહાણ આવી જતા જીતેન્દ્રસિંહ ચૌહાણ મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો અને રણજીતસિંહને 108 બોલાવી સારવાર અર્થે ખસેડ્યા બાદ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.