તપાસ:હિંમતનગરની ઉમિયાવિજય સોસાયટીમાં ધોળાદહાડે ઘરમાં ચોરીથી ફફડાટ

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાગીના અને હાથ ઉપરની રોકડની ચોરી થયાની આશંકા

હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારના પોશ વિસ્તારમાં રવિવારે મકાનમાલિક વતનમાં શ્રાદ્ધ કર્મ કરવા ગયા અને ત્રણેક કલાકના ટૂંકા ગાળામાં જ કાર લઇને આવેલા ચોરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં ઉમિયા વિજય સોસાયટીમાં રહેતા મહેશભાઈ પટેલ રવિવારે બપોરે બે-એક વાગયે વતનમાં શ્રાદ્ધ કરી પરત આવતાં મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું અને તિજોરી કબાટમાં મૂકેલ સરસામાન વેરવિખેર પડ્યો હતો.

મહેશભાઈએ જણાવ્યું કે સવારે 11:00 કલાકે વતનમાં ગયા હતા અને બે એક વાગે પરત આવી ગયા હતા મુખ્ય દરવાજાનું લોક અને ઇન્ટરલોક બંને તૂટેલા હતા. પોલીસને જાણ કરતાં પોલીસ તપાસ કરી રહી છે હજુ કેટલી ચોરી થઈ તે ચેક કર્યું નથી. પરંતુ રોજબરોજના દાગીના અને હાથ ઉપરની રોકડની ચોરી થયાની આશંકા છે પાડોશીઓ દ્વારા જાણવા મળી રહ્યા મુજબ બે થી ત્રણ ચોરો કાર લઇને આવ્યા હતા અને કારનો નંબર પણ કોઈકે નોંધ્યાનું ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે ચોરીના સ્થળની આજુબાજુમાં સીસીટીવીની સુવિધા ન હોવાથી પોલીસને તપાસમાં વધારાની કોઇ મદદ મળી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...