હવામાન:આગામી 24 કલાકમાં સા.કાં.ના અમુક વિસ્તારમાં કમોસમી માવઠાની વકી

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોર્થવેસ્ટ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં
  • આ સપ્તાહના​​​​​​​ અંતે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે

નોર્થવેસ્ટ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં સાયક્લોનીક સરક્યુલેશન ધીમે ધીમે પૂર્વ - દક્ષિણ - પૂર્વ દિશામાં આગળ ધપી રહ્યુ છે. જેની અસર રૂપે 5 મી ડિસેમ્બર એટલે કે બુધવારે બપોર બાદ સાબરકાંઠામાં ચોક્કસ પોકેટમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી જવાની સંભાવના પેદા થઇ છે અને બુધવારે બપોર પછીના 12 કલાક શિયાળુ વાવેતર માટે નિર્ણાયક બની રહેનાર હોવાનુ મનાઇ રહ્યું છે. આગાહીના પગલે શાકભાજી, જીરૂ, વરીયાળી, મસાલા પાકોને વિપરિત અસર થવાની દહેશત સેવાઇ રહી છે.

નોર્થ - વેસ્ટ પાકિસ્તાન તરફથી આગળ ધપી રહેલ સાયક્લોનીક સરક્યુલેશન 5 ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર સહિત સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ લાવનાર છે. હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓના આંકલન અનુસાર સાબરકાંઠાના ચોક્કસ પોકેટમાં બુધવાર બપોર બાદ રાત્રિ સુધીમાં ધોધમાર વરસાદની સંભાવના છે.

બુધ-ગુરૂ બાદ વાદળછાયા વાતાવરણમાં ક્રમશ: વધારો થશે 8 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર - પૂર્વી રાજ્યોના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. જેથી ઉત્તરાયણ પર કડકડતી ઠંડીનો અનુભવ થઇ શકે છે ત્યારબાદ 19 થી 21 દરમિયાન ફરીથી હિમવર્ષા થઇ શકે છે જેની અસર પણ જોવા મળશે. તેનાથી પણ ઠંડી વધવાની શક્યતા જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...